ગુજરાત(Gujarat): આજે રાજ્યના પાટનગર ગાંધીનગર(Gandhinagar) ખાતે બપોરના 12 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની ઉપસ્થિતિમાં મહત્વની કેબિનેટ બેઠક(Cabinet meeting) યોજવામાં આવશે. આ બેઠકમાં પ્રાથમિક શાળા(Elementary school) શરૂ કરવી, વાઈબ્રન્ટ સમિટ, આત્મનિર્ભર યાત્રા, દિવાળી બાદ કોરોના કેસમાં વધારા સહિતના અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ સાથે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા વધારે પ્રમાણમાં સારી કરવા અંગે પણ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવશે. આ સિવાય રસીકરણ 100 ટકા થાય તે મુદ્દે પણ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે.
ટૂંક સમયની અંદર જ ઓફલાઈન શિક્ષણ થઇ શકે છે શરુ:
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 1થી 5ની શાળા શરૂ કરવા અંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, ‘ખૂબ જ જલદી સારા સમાચાર મળશે અને ટૂંક સમયમાં જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. વિધાર્થીઓ સંસ્થાનો પ્રાણ છે, સંસ્થાની જીવંતતા બાળકોના આવવાથી થતી હોય છે ત્યારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને પણ આપણે ઓફલાઇન શિક્ષણનો આરંભ કરી શકીશું.
સ્કુલએ આવવા માટે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ અધીરા બન્યા છે. મુખ્યમંત્રીની બેઠકમાં તેની સાથે બેસીને તેમના માર્ગદર્શનમાં, યોગ્ય સમયે , રાજ્યના હિતમાં નિર્ણયની જાહેરાત કરીશું પરંતુ તમને વધારે રાહ જોવડાવવામાં નહિ આવે.’
મહત્વનું છે કે, તહેવારો પૂર્ણ થતાની સાથે જ કોરોનાએ ઉથલો માર્યો છે અને ફરી એક વખત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જે રાજ્યના લોકો માટે ખુબ જ ચિંતાજનક સમાચાર કહી શકાય. જો આવી જ રીતે બેદરકારી દાખવતા રહેશું તો રાજ્યમાં કોરોના ફરી વકરશે અને કાબુ બહાર ચાલ્યો જશે. તેથી કોરોનાના નિયમોને ધ્યાને રાખીને તમામ પ્રવુતિઓ કરવી યોગ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.