BREAKING NEWS: ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઇ જાહેર- આ તારીખે મતદાન અને પરિણામ

ગુજરાત(Gujarat): રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat Election)ની તારીખો જાહેર થઇ ગઈ છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાશે. 19 ડીસેમ્બરના રોજ મતદાન અને 21 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી આગામી સમયમાં યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર(Ballot paper)થી મતદાન કરવામાં આવશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

2 નવેમ્બરના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. 4 ડિસેમ્બરના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે.
7 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. 19 ડિસેમ્બરના રોજ મતદાનની તારીખ રહેશે.

બેલેટ પેપરથી કરવામાં આવશે મતદાન:
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાને કારણે બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવશે અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન શરુ કરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ગામડાઓમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.

આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય તેવો આદેશ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ 153 ગ્રામ પંચાયતોના વિભાજન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવામાં આવનાર છે એવામાં રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી આપવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં 18,225 ગામોમાં 14,929 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જેમાં નવી 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતાની સાથે જ હવે રાજ્યમાં 15,120 ગ્રામ પચાયતો થશે અને તેમાંથી 10 હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *