અકસ્માતમાં સુરતનાં ગઢીયા પરિવારનાં 6 વ્યક્તિઓનાં દુ:ખદ અવસાનથી ત્રણેય દીકરીઓ થઇ નિરાધાર

ગોંડલ(ગુજરાત): તારીખ 23/11/2021 ના રોજ સુરત(surat)થી કાઠીયાવાડ પોતાનાં વતનમાં એક પ્રસંગે જતા ગોંડલ(Gondal)થી સાપર(Sapar) ની વચ્ચે અકસ્માત(Accident) થતા એક દુખદ ઘટનાં બની હતી. જેમા ગઢીયા પરીવાર(Gadhia family)ના ચાર વ્યક્તિ અને બામબરોલીયા પરીવાર(Bambrolia family)ના બંને પતિ પત્ની ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે સ્વ. અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા, તેમજ તેમના પત્ની સોનલબેન તેમજ તેમનો પુત્ર ધર્મીલ ગઢીયા અને તેમના શારદા બા તેમજ તેમનાં જમાય પ્રફુલ બાંભરોલીયા અને દિકરી ભાવનાં બેન પી. બાંભરોળીયાનો સમાવેશ થયો હતો.

જાણવા મળ્યું હતું કે, આ બંને પરીવાર ના કુલ છ સભ્યો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે. જેમાં બાંભરોલીયા પ્રફુલભાઇ હરિભાઈના પરીવારમાં ફક્ત બે દીકરી જ છે. બંસરી જેની ઉમર 17 વર્ષ અને જેનીની ઉમર 6 વર્ષ છે. તેમજ અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા પરિવારમાં ચાર વ્યક્તિ ગુમાવીયા હતા. ફક્ત એક જ દીકરી દ્રષ્ટિનો બચાવ થયો છે. તો મિત્રો આ ત્રણેય દીકરી (બંસરી, જેની, દ્રષ્ટિ) હવે સાવ નિરાધાર થયેલ છે. તો આવો સૌ મિત્રો સાથે મળીને આવા પરીવારને મદદ કરીએ. આ ત્રણેય દીકરીઓએ બંને પરીવાર ગુમાવ્યો છે.

“”બેટી બચાવો બેટી પઢાઓ.””ના સાર્થક ને સાકાર કરીએ.
મિત્રો તો “Google pay” અથવા “બેંક અકાઉન્ટ” માં ટ્રાન્સફર અથવા તો આપ આ પરિવાર ને રૂબરૂ મુલાકાતકારી આપને જે અખંડબ્રહ્માંડ ના અધિપતિ અપાવે તે આપવા નમ્ર અપીલ કરીએ છીએ.

Bank Detail:-
Name.: બંસરી પ્રફુલભાઇ બાંભરોળિયા
A/c no.: 01410120158194
IFSC CODE.: VARA0289014
Bank.: The Varachha co-op. Bank

સરનામું.: 409 જીવનધારા સોસાયટી, કઠોદરા ગામ, ગઢપુર રોડ, સુરત.
મો..: 90997 91074 (G.Pay)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *