મધ્ય મેક્સિકો(Central Mexico)માં તીર્થયાત્રા માટે લોકોને લઈ જતી બસને ગમખ્વાર અક્સ્માત(Accident) નડ્યો હતો. જેમાં 19 લોકોના મોત(19 deaths) થયા હતા, જ્યારે 32 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર શુક્રવારે તમામ મુસાફરો ધાર્મિક સ્થળ ચલમા ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન સ્પીડમાં આવતી બસ એક ઈમારત સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેનો પડઘો ચારે બાજુ સંભળાતો હતો.
ઘણા ઘાયલોને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા:
ઘટનાસ્થળે પહોંચેલા વહીવટી અધિકારીઓએ જણાવ્યું ,કે પીડિતોમાંથી છ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને રાજ્યની રાજધાની ટોલુકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ સેક્રેટરી ઑફ સ્ટેટ રિકાર્ડો ડે લા ક્રુઝે જણાવ્યું હતું કે આ દુર્ઘટના મેક્સિકો સિટીના દક્ષિણ પશ્ચિમમાં આવેલા જોક્વિસિંગો શહેરમાં થઈ હતી.
આ પ્રકારના અકસ્માતો અહીં થતા રહેતા હોય છે:
12 ડિસેમ્બર, ગુઆડાલુપની વર્જિનનો દિવસ નજીક આવી રહ્યો છે, તેથી ઘણા મેક્સિકન ધાર્મિક યાત્રા પર જાય છે. આ સમય દરમિયાન તે ઘણીવાર સાંકડા રસ્તાઓ પર ચાલે છે, બાઇક ચલાવે છે અથવા જૂની બસોમાં મુસાફરી કરે છે. અકસ્માતો અહીં સામાન્ય છે, અસામાન્ય નથી.
તમને જણાવી દઈએ કે, ચલમા 1521ના વિજય પહેલા પ્રી-હિસ્પેનિક સમયમાં એક પવિત્ર સ્થળ હતું. આસ્થાવાનો કહે છે કે સ્પેનિયાર્ડ્સના આગમન પછી, એક ક્રોસ ચમત્કારિક રીતે અહીં એક એઝટેક દેવને સમર્પિત ગુફામાં દેખાયો, જે ચાલમાને ખ્રિસ્તી તીર્થસ્થાન બનાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.