હાલમાં સોશિયલ મીડિયા(Social media) પર એક બાળકનો વિડીયો ખુબ જ વાયરલ(Viral video) થઇ રહ્યો છે અને આ વિડીયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વાયરલ વીડિયોમાં બાળક તેના શિક્ષકને કહી રહ્યો છે કે, તેના પિતા તેને પુસ્તક લઈ આપતા નથી, પરંતુ દરરોજ દારૂ પીવામાં પૈસા વેડફી નાખે છે. જ્યારે આ લાગણી ભર્યા શબ્દોમાં બાળક રડતા રડતા આ કહે છે, ત્યારે તેના પિતા પણ ત્યાં ઉભા હોય છે. ચોંકાવનારી વાત તો એ છે કે, બાળકની આ પ્રકારની વાત સાંભળીને પિતા બાજુમાં ઉભા ઉભા હસી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વીડિયો બિહારનો હોવાની શંકા:
મળતી માહિતી અનુસાર આ વાયરલ થઈ રહેલો વીડિયો બિહારના રોહતાસ જિલ્લાના તિલોથુ બ્લોકની એક સરકારી શાળાનો હોવાનું જાણવા મળ્યું છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળક ક્લાસરૂમમાં ટીચરની સામે રડી રહ્યો છે અને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. શિક્ષક તેને પૂછે છે કે તુ પુસ્તક કેમ ખરીદતો નથી? આ પછી બાળક શિક્ષકના પર્ત્યુતરમાં જવાબ આપતા કહે છે કે, ‘તેના પિતા બધા પૈસા દારૂ પીવામાં જ વેડફી નાખે છે અને તેને વાંચવા માટે પુસ્તક લાવી આપતા નથી.’
વારંવાર કહેવા છતાં પણ પુસ્તક ન લાવી આપ્યા:
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શિક્ષક બાળકને પૂછી રહ્યા છે કે, ‘પાંચ દિવસ સુધી સતત કહેવા છતાં તે પુસ્તક કેમ ન ખરીદ્યું?’ તેના જવાબમાં બાળક કહે છે કે, પિતા તમામ પૈસા દારૂ પીવામાં ખર્ચી નાખે છે. આ દરમિયાન બાળકના પિતા પણ ક્લાસમાં તેમની બાજુમાં ઉભેલા જોવા મળે છે. પિતાની સામે તેનું બાળક કબૂલ કરી રહ્યું છે કે, તેના પિતા પુસ્તકોને બદલે દારૂ પાછળ પૈસા વેડફી નાખે છે અને આ સાંભળીને બાજુમાં ઉભા રહેલા પિતા પણ હસવા લાગે છે.
આ વાયરલ વીડિયો પાતુલકાની અપગ્રેડ મિડલ સ્કૂલનો હોવાનું જાણવા મળ્યું છે. અમે તમને જણાવી દઈએ કે, બિહારમાં દારૂબંધી લાગુ છે. આ દરમિયાન, આ વીડિયો વાયરલ થતા હવે ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. વીડિયોમાં આ બાળકની સાથે તેની બહેન પણ દેખાઈ રહી છે. તેની બહેન પણ ટીચરની સામે કહી રહી છે કે, તેના પિતા દારૂ પાછળ જ તમામ પૈસા ખર્ચી રહ્યા છે અને પુસ્તક ખરીદી આપતા નથી. જોકે ત્યારબાદ બાળકના પિતા તેમના પુત્રને પુસ્તક ખરીદી આપવાનું કહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.