ગુજરાત(Gujarat): રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani) દ્વારા કોરોના વાયરસ મહામારી વચ્ચે શિક્ષણ જગત માટે એક વધુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી એક સાથે 30 લાખ જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેમાં ધોરણ 9 થી 12ના સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે મોટા અને મહત્વના સમાચાર(Big news) કહી શકાય.
ગુજરાત સરકારનો મોટો અને મહત્વનો નિર્ણય:
ગુજરાતમાં કોરોના વાયરસ જેવી ખતરનાક મહામારીની સાથે સાથે શિક્ષણ ચાલુ રાખવું એક મોટી સમસ્યા બની ગયું છે. ત્યારે હવે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અભ્યાસને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 30 લાખ જેટલા વિધાર્થીઓ માટે મોટી જાહેરાત કરી હતી. જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, હવેથી ગુજરાતનાં ધોરણ 9થી 12નાં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ NEET જેવી પરીક્ષાઓ પણ આપી શકશે અને વધુમાં કહ્યું છે કે, સામાન્ય પ્રવાહમાં આ વર્ષે જે પરીક્ષા લેવામાં આવશે તેમાં હેતુલક્ષી પ્રશ્નોને વધારવામાં આવ્યા છે.
હવે આટલા હશે હેતુલક્ષી પ્રશ્નો:
શિક્ષણમંત્રી જીતું વાઘાણીએ કહ્યું કે, વિદ્યાર્થીઓ JEE, NEET જેવી પરીક્ષાઓ આપી શકે તે માટે 29 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ જે 9થી 12માં અભ્યાસ કરી રહ્યા છે તેમની પરીક્ષાઓમાં માનસિક તણાવ ઓછો થાય તે માટે આ પ્રકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ધોરણ 9થી 12ની પરીક્ષામાં જે હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવતા હતા તેની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને સાથે જ પેપરસ્ટાઈલ પણ બદલવામાં આવી છે. અત્યાર સુધીમાં 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવતા હતા તેની જગ્યાએ હવે 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે અને અન્ય 70 ટકા પ્રશ્નો વરણાત્મક રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.