ગુજરાત(Gujarat): દેશભરમાં કોરોના(Corona) વાયરસનાં નવા ઓમિક્રૉન(Omicron) વેરિયન્ટને લઈને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. જામનગર(Jamnagar)નાં કોરોના વાયરસનો દર્દીનો રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યું છે આ દર્દી ઓમિક્રૉન વેરિયન્ટથી પીડિત છે. મળતી માહિતી અનુસાર આ દર્દી ઝીમ્બાબ્વેથી ગુજરાત આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા આ શંકાસ્પદ કેસ નોંધાયો હતો. ત્યારે હવે હાલમાં જામનગરમા ઝિમ્બાબ્વેથી આવેલા 72 વર્ષના વૃધ્ધ કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ તેમના જીનોમ સિક્વન્સ રિપોર્ટમા ‘ઓમિક્રોન’ની પુષ્ટી થઈ છે.
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો
થાક લાગવો, શરીરમાં દુઃખાવો, માથામાં ખુબ જ દુખાવો
Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો
સ્વાદ અને ગંધ ન આવવી, નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.