સુરતમાં 13 દિવસ પહેલાં જન્મેલા એકના એક દીકરાની સૂતકપૂજા પણ ન કરી શક્યા પિતા- ત્રીજા માળેથી રહસ્યમય રીતે પટકાતાં મોત

સુરત(Surat): શહેરમાં દીકરાની સૂતકપૂજા પહેલા જ પિતાનું રહસ્યમય રીતે ત્રીજા માળે ધાબા પરથી નીચે પટકાતાં કરુણ મોત(Mysterious death) નીપજ્યું હતું. મૃતકના બનેવીએ જણાવતા કહ્યું હતું કે, લક્ષ્મણના ઘરે 13 દિવસ અગાઉ જ દીકરાનો જન્મ થયો હતો. વિધાતાનો આ તે કેવો લેખ કહેવાય કે, પિતા એકના એક દીકરાની સૂતકપૂજા પણ ન કરી શક્યા. ઘરની મહિલાઓ સાથે લક્ષ્મણે મધરાત સુધી મહેંદી મુકાવાના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

આપઘાત કે અકસ્માત કારણ અકબંધ:
પોલીસે જણાવતા કહ્યું હતું કે, ઘટના લગભગ રાત્રિના 2થી 3 વાગ્યા વચ્ચેની હોઈ શકે છે. પોલીસને જાણ થયા બાદ તાત્કાલિક પાંડેસરા જલારામ નગર દોડી ગઈ હતી અને ત્યારે 108ની ટીમ પણ સ્થળ પર જ હતી. એક યુવક મૃત હાલતમાં જમીન પર પડેલો જોવા મળ્યો હતો. તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, મરનારનું નામ લક્ષ્મણ સિંઘ હોવાનું બહાર આવ્યું હતું. જોકે આપઘાત છે કે અકસ્માત એ તપાસનો વિષય બન્યો છે.

દુઃખદ ઘટનાને લઈ પરિવારમાં સર્જાયો શોકનો માહોલ:
મૃતકના બનેવીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ઘરથી માત્ર 500 મીટરના અંતરે જ લક્ષ્મણ રહેતો હતો. પત્ની સગર્ભા હોવાથી હું લક્ષ્મણને ઘર નજીક લઈ આવ્યો હતો. દીકરાના જન્મ પછી પણ મારી પત્ની જ આ પરિવારનો ખ્યાલ અને સંભાળ રાખતી હતી. ગરીબ પરિવારમાં બનેલી દુઃખદ ઘટનાને લઈ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *