કેળાના આ ફાયદાઓ જાણીને નહીં ખાતા હોવ તો પણ આજથી ખાવાનું શરૂ કરી દેશો, આંખોની રોશની માટે પણ છે ખૂબ ફાયદાકારક
કેળામાં વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન હોય છે. વજન વધવાથી લઇને વજન ઘટાડવા માટે કેળાના કેટલાય નુસ્ખાઓ અજમાવવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે કેળા ખાવાથી આંખોની રોશની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જાણો, કેળાથી થતા લાભ વિશે…
કેળામાં લાઇટ પીળા અને ઓછા કેરોટિનૉઇડવાળા કેવેન્ડિશ પ્રકારના કેરોટિનૉઇડ તત્વ હાજર હોય છે જે આપણા શરીરમાં વધારે માત્રામાં એન્જાઇમોનું નિર્માણ કરે છે. જેના કારણે તેના સેવનથી આપણી આંખોની રોશની વધે છે. સાથે તમારી કાર્ય ક્ષમતામાં પણ વધારો કરે છે.
જો તમે આંખોની દ્રષ્ટિ નબળી થવાથી બચાવવા ઇચ્છો છો તો આજથી જ કેળા ખાવાનું શરૂ કરી દો. જો તમે નિયમિતપણે એક કેળાનું સેવન કરો છો તો તેનાથી અંધાપાનું જોખમ ટળી જાય છે.
કેળામાં ભરપૂર માત્રામાં કેરોટિનૉઇડ નામનું તત્વ રહેલું હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ તત્વ લીવરમાં જઇને વિટામીન-Aમાં ફેરવાઇ જાય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.