વજન ઘટાડવા માટે ઠંડુ કે ગરમ કયું પાણી છે બેસ્ટ ? જાણો શું છે હકીકત

Published on: 8:58 am, Thu, 18 April 19

ઉનાળામાં ઠંડું પાણી પીવું તે રાહત તો આપે છે પરંતુ શું તમે જાણો છો કે આ પાણી તમારા માટે સારું છે કે નહીં ? કેટલીક રીસર્ચ અનુસાર ઠંડુ પાણી પીવાથી કેલેરી બળે જ્યારે કેટલીક સ્ટડી અનુસાર ગરમ પાણી પીવાથી ચરબી ઓગળે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે સ્વાસ્થ્ય માટે કેવું પાણી પીવું ફાયદાકારક છે. કારણ કે પાણી વજન ઘટાડવાથી માંડી અનેક બીમારીમાં દવા જેવું કામ કરે છે. પરંતુ તેના માટે જરૂરી છે એ સમજવું કે કયું પાણી સ્વાસ્થ્ય માટે સારું છે.

આપણા શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. પાણી વિના આપણું જીવન શક્ય જ નથી. એક વ્યક્તિએ સ્વસ્થ્ય રહેવા માટે રોજ 2 લીટર પાણી પીવું જોઈએ. વજન ઘટાડવામાં પણ પાણી જરૂરી છે કારણ કે પાણી કેલેરી મુક્ત છે. તો ચાલો પાણીથી થતા લાભ અને નુકસાન વિશે જાણીએ વિસ્તારથી.

ઠંડુ પાણી

– ઠંડુ પાણી રક્તવાહિકાઓને સંકુચિત કરે છે. ઠંડુ પાણી પીવાથી ધમનીઓમાં ફેટ જામવા લાગે છે અને ન્યૂટ્રીએંટ્સના અવશોષિત થવાની ક્રિયામાં સમસ્યા આવે છે.

– જમતી વખતે ઠંડુ પાણી પીવાથી પાચનક્રિયામાં બાધા ઉત્પન્ન થાય છે.

– ઠંડા પાણીથી ગળામાં દુખાવો થાય છે કારણ કે ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી કફ જામવા લાગે છે.

ગરમ પાણી

– જમતા પહેલા ગરમ પાણી પીવાથી મેટાબોલિક રેટ સુધરે છે અને પાચનક્રિયા તેજ થાય છે.

– શરીરમાંથી ચરબી દૂર કરે છે. નાસ્તા પહેલા એક કપ ગરમ પાણીમાં લીંબૂ ઉમેરી પીવાથી શરીર ડિટોક્સ થાય છે.

– ગરમ પાણી પીવાથી ખરાબ મૂડ સુધરે છે. ગરમ પાણી મૂડ બૂસ્ટરનું કામ કરે છે.

– ખાલી પેટ ગરમ પાણી પીવાથી કબજિયાત દૂર થાય છે.

ઠંડા પાણીની સરખામણીમાં  ગરમ પાણી પીવાથી વધારે લાભ થાય છે. વજન ઘટાડવા માટે તેનું ટેમ્પરેચર મહત્વ નથી ધરાવતું. વજન ઘટાડવા માટે વધારે પાણી પીવું જરૂરી છે. ઠંડુ કે ગરમ કયુ પાણી પીવાથી વજન ઘટે છે તે હજુ સુધી સાબિત થયું નથી પરંતુ ગરમ પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે.