ડિલિવરી સમયે સીઝેરિયન કરવા મહિલાઓ સાથે ડોક્ટર્સ કરે છે આ રીતે ફ્રોડ- વાંચો WHO નો રિપોર્ટ

માતા બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ ડોક્ટરની કહેલી દરેક વાતને માને છે અને નવ માસ દરમિયાન તે જ કામ કરે છે…

માતા બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ ડોક્ટરની કહેલી દરેક વાતને માને છે અને નવ માસ દરમિયાન તે જ કામ કરે છે જે ડોક્ટર કહે છે. ગર્ભવસ્થા દરમિયાન દરેક સ્ત્રી વિચારે છે તે તેની ડિલિવરી નોર્મલ થઈ જાય. પરંતુ મોટાભાગે છેલ્લી ઘડીએ ક્રિટિકલ કંડીશન થવાના કારણે ડોક્ટર્સ સીઝેરિયન કરવાની સલાહ આપે છે. આ વાતને પણ ગર્ભવતી સ્ત્રી અને તેના પરીજનો માન્ય રાખે છે. પરંતુ આ નિર્ણય અંગે વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝશનએ એક ચોંકાવનારી વાત જણાવી છે.

WHOની રીપોર્ટ અનુસાર ડિલિવરી સમયે ડોક્ટર્સ દર્દી સાથે ફ્રોડ કરે છે અને તેમને સુરક્ષાનો વિશ્વાસ આપી તેમનો ફાયદો ઉઠાવે છે. તેમને લાગે છે કે નોર્મલ ડિલિવરી કરવામાં વધારે સમય બગાડવો પડે છે. તેથી તેઓ દર્દીને ઓપરેશન કરવાનું કહે છે. આ કારણે જ છેલ્લા દસ વર્ષોમાં સીઝેરિયન ડિલિવરીમાં બમણો વધારો થયો છે.

આ રીપોર્ટ અનુસાર ડોક્ટર ઓક્સીટોસિન નામની એક દવાનો ઉપયોગ સીઝેરિયન ડિલિવરી દરમિયાન કરે છે. આ દવા મહિલાઓની પ્રાકૃતિક રીતે થતી ડિલિવરી માટે છેડછાડ સમાન છે. આ દવાની અસરની મહિલાઓના સ્વાસ્થ્ય પર પડે છે.

aussie.com.au

સીઝેરિયન ડિલીવરી થયા પછી મહિલાઓનું શરીર નબળું થઈ જાય છે અને નોર્મલ ડિલીવરી કરતા બમણા પ્રમાણમાં રક્ત વહી જાય છે. નોર્મલ ડિલીવરીમાં દુખાવો થાય છે. પરંતુ ઓપરેશનથી થતા બાળકના જન્મ પછી મહિલાઓનું શરીર અંદરથી નબળું થઈ જાય છે અને તે જીવનભરની કેટલીક સમસ્યાઓને નોંતરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *