ગુજરાત(Gujarat): બોડી બિલ્ડીંગ(Body building)ની પણ સ્પર્ધા યોજાય છે અને આ શબ્દથી ઘણા ખરા લોકો અપરિચિત હતા અને તેમાં પણ બનાસકાંઠા(Banaskantha) જિલ્લા જેવા પછાત જીલ્લામાં તો આ અંગે જોઈએ તેવી જાગૃતિ જોવા નથી મળતી પરંતુ પછાત બનાસકાંઠા જિલ્લા જેવા પછાત જિલ્લાના એક યુવકે રાજ્ય કક્ષાની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લઈને સિલ્વર મેડલ(Silver medal) મેળવ્યો છે.
કહેવત છે કે, પહેલું સુખ તે જાતે નર્યા અને પહેલું સુખ એટ્લે ફિટનેસ છે. બનાસકાંઠા જિલ્લા જેવા પછાત જીલ્લામાં લોકો સ્વાસ્થય પ્રત્યે ઓછા જાગૃત જોવા મળતા હતા. ત્યારે ડીસાના કલ્પેશ માળી નામના યુવકે આ પછાત જિલ્લામાથી આગળ આવીને પોતાના શરીરને મજબૂત શરીર બનાવીને કાઠું કાઢ્યું છે. તાજેતરમાં આણંદ ખાતે વર્લ્ડ ફિટનેશ ફેડરેશન દ્વારા યોજાયેલી બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાથી બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધામાં ગુજરાતભરમાથી ૧૧૨ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો અને આ તમામ સ્પર્ધકોમાં(Kalpesh Parmar) બીજો ક્રમાંક મેળવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
ડીસા જેવા પછાત માનવામાં આવતા વિસ્તારમાથી કોઈ યુવક બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં ચમકે તે મોટી વાત છે. ગુજરાતમાં બોડી બિલ્ડીંગમાં બીજો નંબર પ્રાપ્ત કરનાર કલ્પેશ માળી દેશી હિમેન છે અને દિવસના પાંચ કલાક કરતાં પણ વધારે સમય સુધી વર્ક આઉટ કરીને પરસેવો પાડે છે. આ ઉપરાંત દિવસ દરમ્યાન પોતાના શરીરને જાળવવા માટે ૩૦૦ ગ્રામ કરતાં પણ વધારે પ્રોટીન લે છે. ગુજરાતમાં બોડી બિલ્ડીંગમાં બીજો નંબર મેળવનાર કલ્પેશ પરમારે આજની યુવા પેઢીને પણ ફિટનેશ વિશે જાગૃત બનવા માટે સલાહ આપી છે.
મોટા શહેરોમાં લોકો ફિટનેશ પ્રત્યે ખાસ ધ્યાન રાખતા હોય છે. પરંતુ ડીસા અને ખાસ કરીને બનાસકાંઠા જેવા પછાત જીલ્લામાં હજુ પણ લોકો ફિટનેશને લઈ જોઇયે તેટલા જાગૃત નથી. ત્યારે ડીસામાં ફિટનેશ ટ્રેનર પણ જણાવી રહ્યા છે કે લોકો એ ફિટનેશ પ્રત્યે જાગૃત બનવું જોઇયે.
કલ્પેશ માળીએ આ લોખંડી શરીર બનાવવા માટે ચાર સુધી પરસેવો પાડ્યો છે. ચાર વર્ષ પહેલા એટ્લે કે ૨૦૧૭-૧૮માં કલ્પેશ માળી માત્ર ૫૫ કિલો વજન ધરાવતો હતો અને ત્યારબાદ બોડી બનાવવા માટે કલ્પેશે કઠોર પરિશ્રમ અને ડાયટ બદલ્યું અને અત્યારે માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં પોતાના શરીરને લોખંડી બનાવી દીધું છે. એટ્લે કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો આવી જ બોડી પોતાની બનાવી શકે તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.