ભારત દેશને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. ભારત દેશમાં દરેક પ્રકારના તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે. એવો જ એક તહેવાર ભારત દેશમાં મનાવવામાં આવે છે જે છે રક્ષાબંધન. આજે અમે તમને તેની સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે અલગ-અલગ જાત ની રાખડીઓ જોવા માંગતા હોય તો તમારે ભારત દેશના આ સ્થળ ઉપર ફરવું જોઈએ.
1. રાજસ્થાન:
જોકે મોટાભાગે હિન્દુ લોકો જ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા હોય છે પરંતુ રાજસ્થાનમાં પણ આ તહેવાર એક અલગ રીતે મનાવવામાં આવે છે. અહીં એક લાલ રંગની દોરી સાથે પીળા રંગના પોમ પોમ લગાવવામાં આવે છે. જે પીળા દોરાથી બનાવવામાં આવે છે.આ રાખડી સામાન્ય દોરાઓ કરતા કાયક અલગ જોવા મળે છે. રાજસ્થાની લોકો આ રાખડી ને ‘રામ રાખડી’ તરીકે ઓળખે છે.
2. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ.
ઓરિસ્સા્સા અને પશ્ચિમ બંગાળના આ તહેવારને કંઈક ખાસ રીતે ઉજવવામાં આવે છે. ત્યાં વસતા લોકો ભગવાન શ્રીરામ અને સીતા માતાનું પૂજન કરે છે. ત્યાં વસતા લોકો રક્ષાબંધનને જુલન પૂર્ણિમા તરીકે ઉજવણી કરે છે.
3. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ ઉત્સવને કજરી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં લોકો ધરતીમાતાની પૂજા કરે છે. અને સાથે પોતાની માતાનું પણ આભાર વ્યક્ત કરે છે.
4. મહારાષ્ટ્ર.
તમિલનાડુ મહારાષ્ટ્ર અને કેરળમાં મોટાભાગે બ્રાહ્મણ લોકોનો સમૂહ વસવાટ કરે છે. બ્રાહ્મણોના તહેવારને અવની અવિતમ ના રૂપમાં ઉજવણી કરે છે. મહારાષ્ટ્રમાં લોકો સમુદ્રની પૂજા કરે છે અને સમુદ્રના પૂજન સમયે સમુદ્ર ને નારિયેળ અર્પણ કરે છે. મહારાષ્ટ્રના લોકો સમુદ્રની દેવતા માને છે.
5. જમ્મુ કશ્મીર.
જમ્મુ-કાશ્મીરમાં રક્ષાબંધનના તહેવાર કાઈટ ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના લોકો મહિના પહેલાથી જ પતંગ ઉડાવવાનું શરૂ કરી દે છે. તને રક્ષાબંધનના ખાસ દિવસ પતંગબાજી જામે છે.