ગુજરાત(Gujarat): રાજ્યના પંચમહાલ(Panchmahal) જિલ્લાના શહેરાના હોળી ચકલા વિસ્તારમાં ફટાકડા ફોડતા સમયે લગ્નના વરઘોડામાં રહેલી બગીમાં અચાનક જ ભીષણ ફાટી નીકળવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા(Social media)માં ખુબ જ વાઇરલ(Viral video) થયો છે. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નહોતી.
લગ્ન દરમિયાન અચાનક જ બગીમાં ફાટી નીકળી ભીષણ આગ, વરરાજા સહીત…- જુઓ હચમચાવી દે તેવો વિડીયો#trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #NewsUpdates #Panchmahal #marriage #Viral #viralpost pic.twitter.com/0GDiWaaU1F
— Trishul News (@TrishulNews) December 15, 2021
નાના બાળકોનો ચમત્કારિક રીતે કરવામાં આવ્યો બચાવ:
મળતી માહિતી અનુસાર, અકરમભાઈ બગીવાળાની આ બગી હતી. અકરમભાઈએ જણાવ્યું છે કે, સોમવારના રોજ સાંજે 7 વાગે સહેરામાં વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે ફટાકડા ફોડતાં સમયે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી. બગી અચાનક જ આગની ઝપેટમાં આવી ત્યારે વરરાજો પણ અંદર બેઠેલો હતો. જો કે, ત્યાં વરઘોડાના હાજર સ્ટાફની સમયસૂચકતાના કારણે મોટી જાનહાની ટળી હતી. વરઘોડો હોવાને કારણે બગીની આસપાસ નાના બાળકો પણ હતા અને તેમનો ચમત્કારિક બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ત્યાં થોડા સમય માટે તો અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી.
આગ લાગવાને કારણે વરરાજાને પહોંચી ઈજા:
પંચમહાલ જિલ્લાના સહેરામાં લગ્ન પ્રસંગે કાઢવામાં આવેલ વરઘોડામાં જાનૈયાઓ ધામધૂમથી નાચી રહ્યા હતા. આ સમય દરમિયાન એકાએક આગ ફાટી નીકળતા આજુબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આખી બગી આગની ઝપેટમાં આવી ગઈ હતી અને આ ઘટના દરમિયાન એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને બગીમાં બેઠેલા વરરાજાને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. સાથે સાથે બગી સાથે જે જનરેટર હતું તે જનરેટરની અંદર પણ આગ લાગી હોવાની માહિતી સામે આવી હતી.
વરઘોડામાં અચાનક જ આગ લાગતા આજુ બાજુમાં રહેલા લોકો અને બાળકોને માંડ માંડ બચ્યા હતા. આગ કાબુમાં આવી જતા જાનહાની ટળી હતી પરંતુ વરરાજા અને એક યુવકને સામાન્ય ઈજા પહોચી હતી. આ ઘટના બનવાને કારણે આજુબાજુમાં અફરાતફરીનો માહોલ સર્જાય જવા પામ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર