ઓમિક્રોનના હાહાકાર વચ્ચે ગુજરાતમાં ફરી શાળાઓ થશે બંધ? શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): હાલમાં ઓમિક્રોન(Omicron)ને હાહાકાર મચાવી દીધો છે. ઓમિક્રોનને કારણે નાના બાળકો જલદી જ તેના ભરડામાં આવી જાય છે. કારણ કે, બીજી બાજુ રાજ્યમાં શાળા-કોલેજો શરૂ થઈ ગઈ છે, ત્યારે ઓમિક્રોનના ખતરા વચ્ચે શું ફરીથી સ્કૂલો અને કોલેજો બંધ કરવામાં આવશે તેવા પ્રશ્ન પર રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)એ એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવતા કહ્યું હતું કે, શાળાઓના વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસોમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે, જેના લીધે શાળાઓ બંધ કરવાની માંગ થઈ રહી છે, તેને આડકતરી રીતે નકારતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવશે. જરૂર પડશે તો નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવશે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સરકાર ખુબ જ ચિંતિત છે. પરંતુ આપણે સૌએ કોરોના સામે હિંમતભેર લડાઈ લડવાનું શરુ રાખવાનું છે અને કોરોના નિયમોનું પાલન કરવાનું છે અને સાવધાની રાખવાની છે. એટલા માટે કોરોનાની SOP યથાવત રાખવામાં આવી છે. સાથે જ બાળકો માટે ઓનલાઈન અભ્યાસનો પણ સરળ વિકલ્પ ખુલ્લો રાખવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના આદેશના પગલે શિક્ષણ વિભાગ રવિવારે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો અને રાજ્યની તમામ સ્કૂલો માટે તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરીને શાળાઓને તકેદારી માટે કયાં પગલા ભરવા તેની પણ સૂચના આપી દેવામાં આવી હતી.

ધોરણ 1થી 12ની શિક્ષણ બોર્ડ દ્વારા સંલગ્ન શાળાઓને સૂચના આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ સ્ટાફ દ્વારા વેક્સીનના બન્ને ડોઝ ફરજીયાત લીધેલા હોવા જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવામાં આવે. અથવા કોઈ પ્રકારનો રોગ દેખાય તો તાત્કાલિક પણે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે. વધુમાં કહ્યું છે કે, વાલીઓએ પણ પરિવારમાં કે બાળકમાં કોરોનાના લક્ષણો કે સંક્રમણ દેખાય તો શાળાએ મોકલવાનું ટાળવું જોઈએ. સાથે શાળાએ ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ યથાવત રાખવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *