અમદાવાદ(Ahmedabad): શહેરના સરદાર પટેલ રિંગ રોડ(Sardar Patel Ring Road) પર નિર્માણાધિન ઓવર બ્રિજ(Over bridge under construction)નો એક હિસ્સો ગઈ કાલે મોડી રાતે તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. મંગળવારના રોજ મોડી રાતે બોપલથી શાંતિપુરા વચ્ચે બની રહેલો આ બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.
સમગ્ર ઘટના દરમિયાન જાનહાનીના કોઈ અહેવાલ નહીં:
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના જ્યારે બની ત્યારે કેટલા મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક પણ ખુબ જ હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી અને તેની સાથે જ અમદાવાદ માથેથી મોટી ઘાત ટળી હતી.
પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો:
સમગ્ર ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસનો કાફલો તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હાલમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ બ્રિજની કામગીરી છ મહિનાથી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઔડા દ્વારા છેલ્લા છ જેટલા મહિનાથી બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના વળાંક પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં જ આ પ્રકારની દૂર્ઘટના સર્જાઇ હતી.
78.47 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે ઓવર બ્રિજ:
તમને જણાવી દઇએ કે, આ ફ્લાયઓવર 78.47 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે અને સાથે તેનું ટેન્ડર રણજીત બિલ્ડકોનને આપવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.
તંત્ર સામે ઉઠી રહ્યા છે સળગતા સવાલ:
અચાનક જ બનતો બ્રિજ કેવી રીતે બેસી ગયો? શું બ્રિજના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે? શું બ્રિજમાં નબળા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે? નક્કી કરેલા માપદંડ પ્રમાણેનું મટીરિયલ ઉપયોગ થયું છે?
બ્રિજ બને તે પહેલા જ ધરાશાયી થવાનું કોઈ કારણ? બ્રિજ શા માટે તુટ્યો તેની તપાસ થશે? શું બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવશે? તંત્રના વિકાસના કામોમાં ક્યા ભૂલ-ચૂક રહી ગઇ? બ્રિજના કામોનું નિરિક્ષણ સમયસર કરવામાં આવે છે? આ પ્રકારના નબળા કામો જનતાની સુરક્ષા પર સવાલ બની રહ્યાં છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.