બ્રેઇન ડેડ થયલો અમદાવાદી, હંમેશને માટે આ વ્યક્તિમાં જીવંત રહેશે, ત્રણ જ કલાકમાં 950 કિમીનું અંતર કાપી શ્વાસ દિલ્હી પહોચ્યા

અમદાવાદ(Ahmedabad): અંગદાનએ (Organ donation) એક મહાનદાન ગણવામાં આવે છે. મૃત્યુબાદ અંગદાન કરીને અન્ય લોકોના અંધકારમય જીવનને મદદરૂપ કરીને તેમને નવજીવન અર્પે છે. અમદાવાદના 44 વર્ષીય દર્દીના પરિવાજનોએ માનવતા મહેકી ઉઠે તેવું કામ કર્યું છે, દુનિયામાં મૃત્યુએ એક સનાતન સત્ય છે તેમાંથી કોઈ બચી શકવાનું નથી. અત્યારે આપણું અસ્તિત્વ ટકેલું હોય છે પરતું તમને જાણીને નવાઈ લાગશે કે, મૃત્યુબાદ પણ આપણે અન્ય વ્યક્તિને અંગદાન કરીને કામ આવી શકીએ છીએ.

ડોક્ટરોની ભારે જહેમત અને ટેકનોલોજીની મદદથી અમદાવાદમાં બ્રેઇનડેડ (Braindead) જાહેર થયેલ વ્યક્તિના શ્વાસ માત્ર ત્રણ જ કલાકમાં 950 કિમીનું અંતર કાપીને દિલ્હીમાં એક વ્યક્તિને પહોંચાડવામાં આવ્યા. ડોક્ટરોએ 9 કલાકની જહેમત બાદ દિલ્હીના 54 વર્ષીય વ્યક્તિમાં ફેફસાંનું સફળ કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં આ બીજી વખત ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, ગયા વર્ષની શરૂઆતમાં પ્રથમ વખત એક કોરોના દર્દીના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ (Lung transplant) કરવામાં આવ્યું હતું.

ત્રણ જ કલાકમાં 950 કિમીનું અંતર કાપી શ્વાસ દિલ્હી પહોચ્યા
22 ડીસેમ્બરના રોજ માત્ર 3 કલાકમાં 950 કિમીનું અંતર કાપીને ફેફસાને અમદાવાદથી દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ફેફસા ટ્રાન્સફર દરમ્યાન બંને રાજ્યોમાં પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને આમાં મદદ કરી. ડોકટરોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં 44 વર્ષીય દર્દીનું બ્રેઈન ડેડ થયું હતું, જેના સંબંધીઓએ અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ 54 વર્ષીય દર્દી મેક્સ હોસ્પિટલમાં લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યો હતો, તેથી દર્દીને જાણ કરવામાં આવી અને તેને તરત જ ઉત્તર પ્રદેશથી દિલ્હી બોલાવવામાં આવ્યો.

ડોક્ટરોએ 9 કલાકની જહેમત બાદ મેરેથોન સર્જરી બાદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું. મોડી રાત્રે દર્દીને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દીની સ્થિતિ આગામી બે-ત્રણ દિવસ પછી જાણી શકાશે. ગયા વર્ષ સુધી ઉત્તર ભારતમાં ક્યારેય ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ થયું ન હતું. અત્યાર સુધી મેક્સ દિલ્હી AIIMS અને ગંગારામ હોસ્પિટલમાં પરવાનગી મળી છે, પરંતુ મેક્સ હોસ્પિટલે ગયા વર્ષે કોવિડ-19 થી સંક્રમિત દર્દી પર પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. તે દરમિયાન ફેફસાને મુંબઈથી દિલ્હી લાવવામાં આવ્યા હતા.

દિલ્હીમાં આવેલ મેક્સ હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટર રાહુલ ચંડોલાએ જણાવ્યું હતું કે, મેરઠના રહેવાસી 54 વર્ષીય દર્દી સીઓપીડીથી પીડિત હતા.આ કારણે તેમના ફેફસા લગભગ ખલાસ થઈ ગયા હતા અને તેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી, પરંતુ દેશમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા માત્ર બે-ચાર જ છે. તેથી આ દર્દીઓ માટે તકો ઘણી ઓછી છે. અમદાવાદમાં ઓર્ગન ડોનેશનની માહિતી મળ્યા બાદ તેમની ટીમ સક્રિય બની હતી અને દર્દીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, 15 ડોક્ટરો, નર્સો અને અન્ય સ્ટાફે મળીને ઓપરેશનમાં મદદ કરી અને નવ કલાક પછી સર્જરી પૂરી થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *