ખાતરનો થઇ રહ્યો છે કાળાબજાર? સુરતના બામરોલીમાંથી સબસીડીવાળા યુરીયા ખાતરની 1210 ગુણો ઝડપાઈ

સુરત(Surat): શહેરના બમરોલી(Bamroli) ઈન્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ક્રિષ્ના ઈમ્પોર્ટ એક્ષપોર્ટ(Krishna Import Export) એકમના મહાલક્ષ્મી એસ્ટેટના ગોડાઉનમાંથી ખેતી માટે ઉપયોગમાં લેવાતા સબસીડી વાળા યુરિયા(urea fertilizer)ની ૫૦ કિલોની ૧૨૦૧ બેગનો એક મોટો જથ્થો ઝડપાયો છે. સુરત સિટી ખેતીવાડી અધિકારી દ્વારા નાયબ ખેતી નિયામકને મળેલી બાતમીને આધારે પાડેલી રેડમાં સૌ પ્રથમ આટલી મોટી સંખ્યામાં ખેતી માટેનો જથ્થો અધિકારીઓને હાથ લાગતા સત્તાવાર રીતે જવાબદારો સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

અધિકારીઓની રેડ દરમિયાન ક્રિષ્નાના ભાગીદારો નાયક નટવરલાલ તેમજ ડોકટર રાજ હેમંત દ્વારા આ બેગ રાજસ્થાન અને ખંભાતથી મંગાવાયું હોવાનો ખુલાસો કરાયો હતો, પરંતુ તપાસ દરમિયાન તમામ ખુલાસાઓ પોકળ સાબિત થયા હતા. જેને પગલે ખેતીવાડી અધિકારી કૃપાબેન ઘેટિયા દ્વારા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરાઈ હતી.

ખેતીવાડી શાખાની ગત તા. ૧૪મીના રોજ દરમિયાન ગોડાઉનની તપાસમાં રાજસ્થાનની એક ટુક મારફત ૩૫ ટન યુરિયાનો જથ્થો મળ્યો હતો. જેમાં ૫૦ કિલોની ૧૦૦ બેગ ઉપર કશું જ છપાયું ન હતું. આ ઉપરાંત ઔદ્યોગિક વપરાશ માટેની ૪૫ કિલોની ૩૦ બેગ મળી આવી હતી. જે શંકાસ્પદ જણાઈ આવી હતી.

ઉપરાંત અન્ય ૪૮૦ બેગ તેમજ ૩૦ ખાલી બેગ મળી આવી હતી. યુરિયાનો આ તમામ જથ્થો શંકાસ્પદ જણાતા તેને લેબોરેટરીમાં મોકલી અપાતા કુલ ૧૨૧૦ જેટલી મળી આવેલી તમામ બેગમાં નીમ કોટેડ અને સરકારની સબસીડી વાળી ખેતી માટેનું યુરિયા હોવાનું સાબિત થતાં આજે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.

ગંભીર બાબત એ છે કે, આ કેસમાં યુરિયાનો જથ્થો લઈ આવનાર રાજસ્થાન અને ખંભાતની એજન્સીના ઈ વે બીલ પણ સામે આવ્યા છે છતાં આ સત્તાવાર રીતે મોકલાતા જથ્થામાં સબીસીડી વાળા યુરિયાનો જથ્થો સપ્લાય કરાયો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર તપાસમાં ખેતીવાડી નિયામક એન.જી. ગામીત તથા મદદનીશ નિયામક આર.બી. પટેલ તેમજ ખેતી અધિકારી કપાસ એન.વી. ખેની પણ કૃપાબેન ઘેટીયા સાથે રેડમાં હાજર રહ્યા હતા.

ઔધોગક ખાતર છાપેલી બેગમાં તીમ કોટેડ યુરિયા હતું:
ખેતી અધિકારીઓની ટીમ દ્વારા બમરોલી ખાતે પડાયેલી રેડમાં સૌ પ્રથમ વખત બે એજન્સીઓ દ્વારા સરકાર અપાતી સબસીડી વાળા યુરિયાને સપ્લાય કરવાનું એક મોટુ કૌભાડ ઝડપાયું છે. આ રેડ દરમિયાન ટેકનિકલ ગ્રેડ એટલે કે, ઔદ્યોગિક વપરાશ માટેના યુરિયાની ડુપ્લીકેટ બેગ છપાવાઈ હતી અને તેમાં ખોટા સિરિયલ નંબરો પણ છપાવાયા હતા જેમાં સબસીડી વાળું યુરિયા ઝડપાતા આગામી દિવસોમાં આ કેસમાં સપ્લાય એજન્સીઓ સામે પણ કાનુની પગલાં તોળાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *