ગુજરાત(Gujarat): રાજ્યમાં દસ દિવસના સમય ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ પછી આજે વડોદરા(Vadodara Blast)ના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવા(boiler exploded)ની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. બોઈલર ફાટતા કંપનીમાં કામ કરી રહેલા 14 જેટલા કર્મચારીઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તેમજ આ કંપનીના ચાર કામદારના મોત થયા હોવાનુ સામે આવ્યુ છે. દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હોવાની માહિતી સામે આવી છે. એટલુ જ નહિ, આ બ્લાસ્ટમાં બાળકો સહીત અન્ય કેટલાય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે.
રાજ્યના વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બોઈલર ફાટવાની એક વિસ્ફોટક ઘટના બની છે. બોઈલરમાં પ્રચંડ વિસ્ફોટ થતા કંપનીમાં કામ કરતા અનેક કર્મચારીઓ દાઝ્યા તો 4 જેટલા કર્મચારીઓ જીવતા આગમાં હોમાયા છે. તમામ ઈજાગ્રસ્ત કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ચાર કર્મચારીના મોત નિપજ્યા છે. તો અંદાજે 14 જેટલા કર્મચારીઓ દાઝ્યા છે. જોકે, સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો પણ દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક મોટો સવાલ તો એ છે કે આખરે આ કંપનીમાં બાળકો શુ કરી રહ્યા હતા?. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસની દીવાલ પણ ધરાશયી થઈ ગઈ હતી. કંપની નજીકની દીવાલો તૂટી પડી હતી, તો નજીકના ઘરનો સામાન પણ વિખેરાઈ ગયો હતો. આ ધડાકા સાથે આસપાસના દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટી પડ્યા હતા.
ફાયર સ્ટેશન અધિકારી નિકુંજ આઝાદે જણાવતા કહ્યું હતું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવવામાં આવ્યા હતા. આ ઘરોમાં કામદારો અને તેમનો પરિવાર વસવાટ કરે છે. બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન ન થતાં ફાટ્યા હોવાનું પ્રાથમિક અનુમાન દ્વારા જાણવા મળ્યું છે. હાલ કંપનીનું જી.ઈ.બી નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું છે. જેથી વધુ કોઈ જાનહાની ન થઇ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.