ગુજરાતના કેજરીવાલ દારૂ પીધેલા હોવાનું આવ્યું બહાર- લિકર ટેસ્ટમાં થયો ધડાકો

ગુજરાત(gujarat): થોડા દિવસ અગાઉ ગુજરાતના કેજરીવાલ ગણાતા ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ અને કાર્યકર્તાઓએ ગાંધીનગર(Gandhinagar) ખાતે ભારતીય જનતા પાર્ટી(BJP)ની મુખ્ય કાર્યાલય ખાતે હંગામો કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના મહિલા નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઇસુદાન ગઢવી દ્વારા દારૂનું સેવન કરવામાં આવ્યું છે અને છેડતી કરી રહ્યા હતા.

ત્યારે પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઇ એને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજે આ લીકર ટેસ્ટ(Liquor test)ના રિપોર્ટ આવી ચૂક્યા છે અને જેમાં ઈસુદાન ગઢવી દ્વારા દારૂનું સેવન કરાયુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. જેનો ખુદ સરકારે પણ સ્વીકાર કરી લીધો છે. ત્યારે આ પેપરલીક કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા.

આ ઘર્ષણ બાદ ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો દારૂ નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે આજે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલ કરવામાં આવશે. જેથી ઇસુદાન પર વધુ એક FIR દાખલ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *