AAP નેતા ઇસુદાન ગઢવીનો ધડાકો- મારો લીકર(દારૂ) રિપોર્ટ ભાજપના આ નેતાએ બદલાવ્યો

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેતા ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)નો લીકર એટલે દારૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને લીધે આજે ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધન કરતા ઘણી બધી વાતો કહી હતી. તેમણે રિપોર્ટ સામે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બ્રેથ એનેલાઈઝરમાં પણ મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મને પકડ્યો ત્યારે કોઈ પણ પ્રકારની ગંધ આવતી નહોતી. મારા પર ભારતીય જનતા પાર્ટી(BJP)ના કાર્યકરોએ હુમલો કર્યો છે. હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંધ ખાઈને કહું છું મેં ક્યારેય પણ દારૂ પીધો નથી. ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર 20 ફૂટ છેટાં હતાં છતાં છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સીઆર પાટીલે મારો રિપોર્ટ બદલાવ્યો હોઈ શકે:
ઇસુદાન ગઢવીએ કહ્યું છે કે, રિપોર્ટમાં મને શંકા હોય તેવું લાગી રહ્યું છે, મારો લાઇ ડિટેક્ટ ટેસ્ટ કરવામાં આવે. 13 દિવસના જેલવાસ પછી મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, મારો લીકર(દારૂ) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુપર સીએમ સીઆર પાટીલ(CR Patil) દ્વારા રિપોર્ટ બદલાવ્યો હોઈ શકે છે આ પાછળ ભારતીય જનતા પાર્ટીનો જ હાથ છે.

ઇસુદાન ગઢવીએ આગળ જણાવતા કહ્યું હતું કે, મે ખાનગી લેબમાં 3 દિવસે ટેસ્ટ માટે કહ્યું, પણ તેમણે મને કહ્યું, વાંધો નહિ, સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા, ત્યાં ચેક કર્યું હતું અને વાસ આવતી હતી કે કેમ એ તપાસ કરી હતી, પણ કોઈ પણ પ્રકારની વાસ ન આવી. ત્યારબાદ પોલીસ લોકઅપમાં લઈ ગઈ, ત્યાં બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવામાં આવ્યું હતું તો મને કહ્યું કે વાંધો નહીં, ટેસ્ટ નેગેટિવ છે. વિરોધ કરવો દરેક નાગરિકનો અધિકાર છે. સામાન્ય રીતે જોવામાં આવે તો વિરોધમાં ડિટેઇન કરી છોડી દેવામાં આવે છે, પરંતુ આ ઘટનામાં ઘણી કલમો લગાવી, તેમણે જેટલો દમન ગુજાર્યો જે અમે સહન કર્યો. ભારતીય જનતા પાર્ટીએ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે. મને મારા રિપોર્ટ પર પૂરી શંકા છે, રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની પુરેપુરી શંકા છે. હું જાતે જ જામીન માટે સામેથી જ હાજર થઈશ.

ઇસુદાન ગઢવીએ વધુમાં કહ્યું હતું કે, હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છું કે હું દારૂ પીતો નથી અને પીધો પણ નથી. વધુમાં કહ્યું કે, વીડિયો રેકોર્ડિંગ સાથે લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવે, બ્રેન મેપિંગ ટેસ્ટ કરાવાય, જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ન હોય ત્યાં મારો ટેસ્ટ કરવામાં આવે. ઇસુદાને કહ્યું કે, મારી માગ છે કે મારું જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું એને સાચવી રાખવામાં આવે. શું પ્રજા માટે લડવું ગુનો છે? છેડતી અને દારૂનો આક્ષેપ કર્યો તો હવે શું ડ્રગ્સનો આરોપ મુકવામાં આવશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *