વેક્સિનથી વંચિત પિતાને ગુમાવ્યાનું દુઃખ સાંભળીને તમે પણ રડી પડશો- વાંચો હૈયું ચીરી નાખે તેવી દીકરીની વેદના 

ગુજરાત(Gujarat): આજે સમગ્ર રાજ્ય સહીત રાજકોટમાં 15થી 18 વર્ષના તરુણ અને તરુણીઓનું રસીકરણ(Vaccination) શરુ થઈ ગયું છે. જેમાંથી ઘણાં એવા પણ બાળકો છે જેમણે કોરોનાની…

ગુજરાત(Gujarat): આજે સમગ્ર રાજ્ય સહીત રાજકોટમાં 15થી 18 વર્ષના તરુણ અને તરુણીઓનું રસીકરણ(Vaccination) શરુ થઈ ગયું છે. જેમાંથી ઘણાં એવા પણ બાળકો છે જેમણે કોરોનાની ઘાતક લહેરમાં પોતાના માતા-પિતા અને સ્વજનોને ગુમાવવાનો વખત આવ્યો હતો. તેમાંય બાળકોના માતા-પિતાએ રસીના એક ડોઝ ન લીધો હોવાને કારણે કોરોના સામેની લડાઈ હારી ગયા હતા. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ(Rajkot) શહેરમાં બન્યો છે. જ્યાં રસીનો પ્રથમ ડોઝ લેનાર પૂજા સોલંકીએ જણાવતા કહ્યું હતું કે, મારા પપ્પાએ જો વેક્સિન લીધો હોત તો આજે તેઓ ખરેખર બચી ગયા હોત. મારા પપ્પા 15 દિવસ સુધી કોરોના સામેની જંગ લડ્યા હતા. આજે મેં વેક્સિન(Vaccine) લઇ લીધી છે.

રસીથી વંચિત પિતાને ગુમાવ્યાનું એક પુત્રીનું દુઃખ:
દીકરીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, મે મહિનામાં મારા પપ્પાએ વેક્સિન લીધી ન હતી. જેનો મને આજે પણ અફસોસ થાય છે અને વેક્સિન વગર તેઓ કોરોના સામેની લડાઈ હારી ગયા હતા. 15 દિવસ સુધી તેમણે હોસ્પિટલમાં કોરોના સામે અડગ રહ્યા હતા પરંતુ તેણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હતો. કદાચ રસીનો એક પણ ડોઝ પણ લેવાઈ ગયો હોત તો આજે મારા પપ્પા મારી સાથે હોત.

દરેક લોકોએ રસી જરૂર લેવી જોઈએ
વધુમાં દીકરીએ જણાવ્યું હતું કે, આજે મેં રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. રસી કોરોના સામે રક્ષણ આપે છે અને મૃત્યુથી બચાવે છે. તેવું અનેક કિસ્સામાં બહાર આવ્યું છે અને તે પણ એક હકીકત જ છે. તેથી મારી અપિલ છે કે તો દરેક લોકોએ વેક્સિન જરૂર લેવી જોઈએ અને કોરોના સામેની જંગ લડવી જોઈએ.

જાણી લો રજિસ્ટ્રેશન માટેની સમગ્ર પ્રક્રિયા:
સૌથી પહેલા gov.in વેબસાઈટ પર જાવ. જો તમે કોવિન પર રજિસ્ટર્ડ નથી તો પહેલા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીં તમારે બાળકોનું નામ, ઉંમર જેવી કેટલીક માહિતી આપવાની રહેશે. રજિસ્ટ્રેશન પુરુ થયા બાદ પોતાના મોબાઈલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે. એ બાદ તમે વિસ્તારનો પિન કોર્ડ નાંખો. તમારી સામે રસીકરણ સેન્ટરનું લીસ્ટ આવશે. આ બાદ તારીખ અને સમયની સાથે પોતાનો રસીકરણ સ્લોટ બુક કરો. આ બધુ જ કર્યા બાદ તમે રસીકરણ સેન્ટર પર જઈને પોતાના બાળકોને કોરોનાની રસી લગાવી શકશો. રસીકરણ સેન્ટર પર આવતા પહેલા તમારે આઈડેન્ટીટી પ્રૂફ અને સીક્રેટ કોર્ડની જાણકારી આપવાની રહેશે. જે રજિસ્ટ્રેશન કરવા પર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *