સુરત(Surat): શહેરમાં અવારનવાર અસામાજિક તત્વોનો આંતક સામે આવી રહ્યો છે. જાણે કે આ લુખ્ખા તત્વોને ખાખી વર્દીનો જરા પણ ડર જ ન રહ્યો હોય. પોતે કાઈક હોય તેવું માની બેઠેલા લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટના અવારનવાર સામે આવતા પોલીસ તંત્ર(Police system) સામે પણ અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
View this post on Instagram
શહેરના સિંગણપોર(Singanpor) વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બાઈક હાંકવા બાબતે ઝગડો થતા 10 જેટલા યુવકો એ લાકડાંના ફટકા હોકી સ્ટિક જેવાં હાથિયારથી એક યુવકને બેરહેમીથી માર માર્યો હતો.
આ માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. અસામાજિક તત્વોએ યુવકને બેરહેમીથી માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને કારણે યુવકને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ફરિયાદીએ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું છે કે, પોલીસ આવા લુખ્ખા તત્વો પર હલકી કલમ લગાવી આરોપીને છાવરી રહી છે. ત્યારે આ પ્રકારના લુખ્ખા તત્વો પણ કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.