મોબાઈલ વાપરતા દરેક લોકો 7 જાન્યુઆરી પહેલા કરાવી લો આ કામ, નહિતર સિમ કાર્ડ થઈ જશે બ્લોક

ટેલિકોમ વિભાગે ગયા વર્ષે 7 ડિસેમ્બરે એક નવો આદેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 9 થી વધુ સિમ કાર્ડ ધરાવતા વપરાશકર્તાઓ માટે સિમ કાર્ડ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. આ નિયમ 7 ડિસેમ્બરે લાગુ કરવામાં આવ્યો હતો અને તમને જણાવી દઈએ કે નિયમ લાગુ થયાના 30 દિવસની અંદર વેરિફિકેશન કરાવવું પડશે, જો તમે આમ નહીં કરો તો સિમ કાર્ડ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અંતિમ તારીખ 6 જાન્યુઆરી છે, જો તમે વેરિફિકેશન ન કરાવ્યું હોય તો તરત જ કરી લો.

7 જાન્યુઆરી પહેલા કરાવી લો સિમ કાર્ડ વેરિફિકેશન 
જો તમારા નામે 9 થી વધુ સિમ નોંધાયેલા છે, તો તમારે પહેલા સિમ વેરિફિકેશન કરવું પડશે. જો તમે 7 જાન્યુઆરી પહેલા આવું નહીં કરો તો આઉટગોઇંગ સર્વિસ બંધ થઈ જશે. આ સાથે 45 દિવસમાં ઇનકમિંગ કોલ સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તમે સિમ કાર્ડનો ઉપયોગ કરતા નથી, તો સિમ સરેન્ડરનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

આ લોકોને મળશે વધારાનો સમય  
જો તમે વેરિફિકેશન નહીં કરાવો તો 60 દિવસમાં સિમ કાર્ડ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, બીમાર, આંતરરાષ્ટ્રીય રોમિંગ અને વિકલાંગ લોકોને 30 દિવસનો વધારાનો સમય આપવામાં આવશે.

ફરિયાદ મળ્યા બાદ 15 દિવસમાં બંધ કરવામાં આવશે સિમ કાર્ડ  
જો બેંક, કાયદા અમલીકરણ અથવા કોઈપણ નાણાકીય સંસ્થા દ્વારા મોબાઇલ નંબર વિશે ફરિયાદ થશે, તો વપરાશકર્તાના સિમ કાર્ડ પર આઉટગોઇંગ કોલ સેવા 5 દિવસમાં બંધ કરવામાં આવશે. તે જ સમયે, ઇનકમિંગ કોલ સેવા 10 દિવસમાં બંધ થઈ જશે. એટલે કે 15 દિવસમાં સિમ કાર્ડ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *