સાબરકાંઠામાં બાળકોના ભવિષ્યને જોખમમાં મૂકતો અકસ્માત સર્જાયો છે. વિદ્યાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત થતા એરાટેટી મચી હતી. મળતી માહિતી અનુસાર હિંમતનગર બાઇપાસ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. સાથોસાથ ૨૫ થી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં હાજર હતા. સીસીટીવી ફુટેજમાં અકસ્માત કેદ થઇ ગયો છે.
હિંમતનગર બાઇપાસ રોડ ઉપર, વિદ્યાર્થીઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. જાણવા મળ્યું છે કે શાળાનું નામ વિદ્યાનગરી સંકુલ છે. શાળાની આ બસમાં ૨૫ થી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા. વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે, યુ ટર્ન લેતી બસને ટ્રક પોતાની સાથે ઘસડીને લઈ જાય છે.
તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં કોઈને પણ કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. દરેક વિદ્યાર્થીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. સાથોસાથ જાણવા મળ્યું છે કે આ દરેક વિદ્યાર્થીઓ નર્સિંગ શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા. અકસ્માત સર્જાતા સ્કૂલ બસના બધા કાચ તૂટી ગયા હતા. વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે ટેન્કર રસ્તા પરથી પસાર થયું અને, ત્યાં ઉભેલી બસને ખેંચીને પોતાની સાથે લઈ ગયું.
સાથોસાથ જાણવા મળ્યું છે કે સ્કૂલ બસ ડ્રાઈવરને ભૂલને કારણે ૨૫થી વધુ બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. સામેથી આવતું ટેન્કર જોઈને પણ સ્કૂલ બસ ડ્રાઇવરે બસ ચલાવી હતી અને ૨૫થી વધુ બાળકોના જીવ જોખમમાં મુક્યા હતા.
અકસ્માત સર્જયા બાદ, બસમાં સવાર દરેક વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. અને પાછળથી બીજી બસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં કોઈ બાળકને કોઈપણ પ્રકારની જાણ જાનહાની થઈ નથી. દરેક બાળકો સુરક્ષિત છે પરંતુ બસ ડ્રાઈવરની એક નાનકડી ભૂલને કારણે કેટલાય બાળકોનો જીવ જોખમમાં મુકાયા હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.