ગુજરાતમાં સોસીયલ મીડિયાના સકારાત્મક ઉપયોગે વધુ એક દીકરીને આપ્યું નવજીવન- વાંચો અને શેર કરો!

સોશિયલ મીડિયાએ કેટલાય જરૂરિયાત મંદોને જિંદગી બચાવી લીધી છે અને નવજીવન આપ્યું છે. કાલાવડ તાલુકાના જસાપર ગામના વ્યક્તિએ, સોસીયલ મીડિયા મારફતે લોકો પાસેથી મદદ માંગી છે. કેતનભાઇની દીકરી જિયા ગંભીર બિમારીથી પીડાઈ રહી હતી. કેતનભાઇ ખેતરમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. કેતનભાઇ પાસે એટલા રૂપિયા નહોતા કે તેની દીકરી જીયાની સારવાર કરાવી શકે.

ગણતરીના દિવસોમાં જ કેતનભાઈને સહાય મળી ગઈ હતી અને દીકરીની સારવાર કરવો શક્યા હતા. તમને જણાવી દઈએ કે જીયા ને, ‘થેલેસેમિયા મેજર’ નામની ગંભીર બીમારી છે, ગંભીર બિમારીને પગલે જીયાને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. પરંતુ આ સારવારમાં કેતનભાઇને દસ લાખ રૂપિયાની જરૂર હતી.

પોતે મજૂરી કામ કરીને પોતાનું જીવન ચલાવે છે. તેમની પાસે એટલી સગવડ નહોતી કે પોતાની દીકરીની સારવાર કરાવી શકે. ત્યારે કેતનભાઇએ સોશિયલ મીડિયાના માધ્યમથી, દરેક લોકો પાસેથી મદદની અપીલ કરી હતી. સોસીયલ મીડિયાના માધ્યમથી કેતનભાઈને થોડા જ દિવસોમાં આ રકમ ભેગી થઇ ગઈ હતી, અને જીયાની સફળ સર્જરી થઇ હતી.

‘ફુલ નહિ તો ફુલની પાંખડીથી’ લોકોએ કેતનભાઈને સારવારની રકમ એકઠી કરી દીધી હતી. હાલ કેતનભાઈએ જણાવ્યું છે કે, અમારે જોઈતી સહાય અમને થોડા જ દિવસોમાં મળી ગઈ છે, અને લોકોનો અભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ કેતનભાઈએ જણાવ્યું કે, ‘વધેલા રૂપિયા અમે બીજા જરૂરિયાતમંદને આપીશું.’ ખરેખર શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel ની બેનમૂન કમાલથી આજે વધુ એક દીકરીને નવજીવન આપ્યું છે. આ પહેલા પણ આ પેજ દ્વારા મુકવામાં આવેલી પોસ્ટના કારણે ૧.૬૦ કરોડની સહાય એકઠી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *