ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં પતિ સાથે GPSCની તૈયારી કરતી પરિણીતા ગત 13મી તારીખના રોજ લાયબ્રેરીએથી ઘરે જવા માટે રિક્ષામાં નિકળ્યા પછી શાપર વેરાવળમાંથી શંકાસ્પદ હાલતમાં બેભાન મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. પરિણીતા સાથે શું થયું, તેણીએ શાપર નજીક જઇને ઝેરી પ્રવાહી પી લીધું કે પછી બીજુ કઇ ઘટના બની? તેનું મોત કયા કારણોસર થયું છે? તે જાણવા શાપર પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગયા ગુરૂવારના રોજ રાતે શાપરના કિસાન ગેઇટ પાસે એક યુવતિ અર્ધબેભાન હાલતમાં મળી આવતા 108 ઘટના સ્થળે દોડી આવી હતી. તેના ઇએમટી સંજયભાઇ રાઠોડ અને પાયલોટે તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડોકટરે તેનું નામ અને સરનામુ પુછવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતી કંઇ બોલી શકી નહોતી. યુવતિ કોણ છે? કિસાન ગેઇટ પાસે અર્ધબેભાન કઇ રીતે થઇ ગઇ? એ સહિતના મુદ્દે શાપર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃત્યુ પામનાર યુવતી શિતલના માવતર બાબરામાં રહે છે. યુવતીના ત્રણ વર્ષ અગાઉ રાજકોટના મહેશ ચનીયારા સાથે લગ્ન થયા હતાં. પરિણીતા શિતલ અને પતિ મહેશ બંને GPSCની પરિક્ષાની તૈયારી કરી રહ્યા હતાં. શિતલ દરરોજ બપોર પછી ઘરેથી માલવીયા ચોક પાસેની લાયબ્રેરીમાં વાંચનક્રિયા માટે જતી હતી અને સાંજે છ વાગ્યાની આસપાસ પરત આવી જતી હતી. 13મી તારીખના રોજ લાયબ્રેરીએ ગયા પછી પાછી ન આવતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, શિતલ છેલ્લે ભુતખાના ચોકમાંથી કોઇ રિક્ષામાં બેઠી હતી. આ રીક્ષાની અંદર અન્ય બે મહિલાઓ પણ બેથી હતી. આટલી થોડીક વાત પરિણીતા થોડી ભાનમાં આવી ત્યારે કરી હતી. જો કે શાપરના કિસાન ગેઇટ સુધી કેવી રીતે પહોંચી? પરિણીતા બેભાન શા માટે થઇ ગઇ? આ બધા મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ પછી મોતનું કારણ બહાર આવ્યે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.