ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લાના રાજુલા-જાફરાબાદ(Rajula-Jaffarabad) વિસ્તારને જોડતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે(Bhavnagar Somnath National Highway) પર અકસ્માત(Accident)ની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જોવામાં આવે તો ગઈ કાલે બપોર પછી આ જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હિંડોરણા(Hindorana)ના યુવકનું કરુણ મોત નીપજ્યું હતુ અને 24 કલાકમાં ફરી એક વખત આજે બીજા અકસ્માતના સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક બુલેટચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ પાસે બોલેરો કાર અને બુલેટ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જ્યારે અહીં બોલેરો કાર રાજુલા તરફથી નાગેશ્રી બાજુ જઈ રહી હતી ત્યારે આ કાર ચાલક દ્વારા બાલાનીવાવ ગામ તરફ વળવા જતા પાછળથી બુલેટ બાઇક પુર પાટ ઝડપે આવતા હોવાને કારણે 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું અને અન્ય 1 ને ગંભીર ઇજા થઇ હતી. મૃતક અને ઇજા પામનાર વ્યક્તિ તળાજા પંથકના હોવાનુ મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, ચારનાળાથી નાગેશ્રી સુધી અધૂરા કામોના કારણે રસ્તો જોખમી બની ગયો છે. જોવામાં આવે તો ચારનાળાથી નાગેશ્રી ગામ સુધી નેશનલ હાઇવેની કામગીરી પણ અધૂરી હોય તેવું લાગી રહ્યું છે. અધવચ્ચે જ તમામ કામો બંધ કર્યા હોવાને લીધે અને બંને સાઈડો ખુલ્લી હોવાથી વાહન ચાલક ગમે તેમ અને ગમે ત્યારે ગમે ત્યાંથી ઘુસી જાય છે જેથી વધુ અકસ્માત સર્જાવાનો ભય રહે છે અને સર્જાઈ પણ છે. સાથે અહિયાં કોઈ પણ પ્રકારની સેફટીમાં બોર્ડ સૂચના લગાવવામાં આવી નથી.
નેશનલ ઓથોરિટીના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે:
પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવતા કહ્યું છે કે, અકસ્માત વધી રહ્યા છે લોકોની મારી સમક્ષ અનેક રજૂઆતો આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું છે કે, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જરૂરી સેફટી બોર્ડ લગાવવા અને અધૂરા કામો પૂર્ણ કરવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.