ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોના(Record break corona)ના કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે ગજરાતીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોના ના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેરને આવતા કોઈ નહિ રોકી શકે.
જોવામાં આવે તો ગુજરાતમાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20,966 કેસ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રના પણ હોંશ ઉડી ગયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 8,371 કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 3318 કોરોના કેસ તો રાજકોટમાં 1259 કોરોના કેસ, વડોદરામાં 1998 કોરોના કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 446 કોરોના કેસ, ભાવનગરમાં 526 કોરોના કેસ સામે બહાર અવાતા ગુજરાતવાસીઓમાં હાહાકાર મચી ગયો છે. તો રાજ્યમાં 12 લોકોના મોત થયા છે જ્યારે 125 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9828 દર્દીઓ સાજા થયા છે અને રાજ્યમાં કુલ 2.02 લાખ લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. જોવામાં આવે તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 9.55 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 89.67 ટકા પર પહોંચી ગયો છે. આ સાથે ગુજરાતમાં કુલ એક્ટિવ 90,726 કેસ સુધી પહોંચી જવા પામ્યા છે. છેલ્લા 15 દિવસમાં કોરોનાના નવા 1,39,785 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.