સુરત (Surat)માં દિવસેને દિવસે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. 18 જાન્યુઆરીએ સુરતના હીરાબાગમાં બસ સળગતા સમગ્ર રાજ્યભરમાં હાહાકાર મચ્યો હતો. તેના બીજા જ દિવસે સુરતના પલસાણા (Palsana) માં આવેલી એક મિલમાં ભયંકર આગ લાગી છે. આગ એટલી ભયંકર હતી કે, ગણતરીની સેકન્ડોમાં આખા માળમાં ફેલાઈ ગઈ હતી. મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યે આ મિલમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ ફાયર વિભાગ દોડતું થયું હતું.
અચાનક ભીષણ આગ લાગતાં જ બારડોલી, સચિન, સુરત અને વ્યારા સહિતની ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના થઇ હતી. હાલ આગ કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથોસાથ જાણવા મળ્યું છે કે, હજુ પણ ત્રણ લોકો અંદર ફસાયા છે.
કાપડની મિલમાં આગ લાગતા, આખી કંપની ભીષણ આગમાં હોમાઈ ગઈ હતી. દૂર દૂર સુધી આગની અગ્નિ દેખાઈ રહી હતી. આગ એટલી ભયંકર હતી કે, આસપાસ ચાલી રહેલી મિલ પણ બંધ કરી દેવામાં આવી હતી અને કામદારો બિલ્ડીંગની બહાર આવી ગયા હતા. ફાયર ટીમે સતત ૪ થી ૫ કલાક સુધી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા, અત્યારે પણ કુલિંગનું કામ શરૂ છે. પ્રાપ્ત થયેલા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચાર મળ્યા નથી.
ફાયર ઓફિસરે જણાવતા કહ્યું હતું કે, ‘સોમ્યા પ્રોસેસિંગ નામની કંપનીમાં ખૂબ જ મોટા પાયે કલર બનાવવાનું કામ થઇ રહ્યું હતું. સૌથી પહેલા બોઇલરની આસપાસ આગ લાગી હતી અને ત્યારબાદ આખી કંપનીમાં આગ ફેલાઇ ગઇ હતી. સાથોસાથ ફાયર ઓફિસર વિજયકાંત ત્રિવેદી જણાવતા કહે છે કે, અમને કોલ મળતાની સાથે જ, ઘટનાસ્થળે ટીમ પહોંચી ગઈ હતી અને આગ કાબુ કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.