500 રૂપિયાથી 75,000 કરોડ રૂપિયા કેવી રીતે બનવ્યા ધીરુભાઈ અંબાણીએ. જાણો તેમના જીવનની આ અમુલ્ય વાતો.

અંબાણી નાનપણથી જ માનતા કે પૈસા અને ભણતર ને કોઈ સંબંધ નથી. કોઈ પણ ભણતર વગર ની વ્યક્તિ અરબપતિ બની શકે છે અને આ જ વિચારશૈલી ને કારણે તેઓ ભણતર છોડી દે છે.

16 વર્ષ ની ઉંમર માં તેઓ એ પકોડા વેચવાની શરૂઆત કરી હતી.પછી તેઓ એ યમન શહેર માં જઈને પેટ્રોલપંપ માં નોકરી કરી,પરંતુ તેને નક્કી કર્યું કે હું કરોડપતિ ત્યારે જ બની શકીશ જ્યારે મારો પોતાનો બિઝનેસ હશે.

2 વર્ષ યમનમાં નોકરી કર્યા પછી તે ભારત માં 500 રૂપિયા લઈને આવ્યા હતા અને તેમના પિતરાઈ ભાઈ ની સાથે પોલિસ્ટર ના કપડાં વેચવાનું નક્કી કરે છે.પોલિસ્ટર થઈ બનેલા કપડાં સસ્તા હોવાથીટનો બિઝનેસ વધવા લાગ્યો અને જોતજોતાંમાં જ તેઓ ને 70 કરોડ નું ટર્નઓવર મળે છે પણ તેઓ ને પિતરાઈ ભાઈ સાથે બન્યું નહિ તેથી બન્ને ની પાર્ટનરશિપ તૂટી જાય છે.પરંતુ અંબાણી હાર માનતા નથી અને નવી કંપની નિ શરૂઆત કરે છે.
10 મું ધોરણ નાપાસ હોવા છતાં પણ તેઓ સ્ટોક-માર્કેટ માં હોશિયાર બની ગયા . તેઓને ખબર પડી જતી કે કઈ વસ્તુઓના ભાવ ભવિષ્ય માં વધશે અને અંબાણી એ વસ્તુ ને ઓછા માં ઓછા ભાવ માં ખરીદી લેતા હતાં.

તે જ વિચાર તેમને રિલાયન્સ કંપની માં પણ એપ્લાય કર્યો. અને જોતજોતામાં કંપની ભારત ની 50 મોટી કંપની માં ની એક બની ગઈ અને પેરાલીસીસ એટેક આવ્યા બાદ પણ તેને પોતાનું કામ ન રોકયું અને તેને કહ્યું જ્યાં સુધી મારા છેલ્લા શ્વાસ ચાલશે ત્યાં સુધી કામ કરીશ.

તેની આ 3 શિખામણો યાદ રાખજો.

૧).ભણતર વગર પણ માણસ કરોડપતિ બની શકે છે જરૂરી નથી કે ભણેલો માણસ જ પૈસા કમાઈ શકે.
૨).જીવન માં રિસ્ક લેશો તો જ આગળ વધી શકશો.
૩).જીવન માં કોઈ પ્રોબ્લેમ થી ડરવું ના જોઈએ પણ તેને opportunity ની જેમ લેવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *