ગર્ભાવસ્થાને લગતી આ સમસ્યાઓ તમને મૂંઝવણમાં મૂકી શકે છે.,જનો બચવાના ઉપાયો અહિયાં.

માતા બનવું દરેક મહિલાનું સપનું હોય છે. માતા બનવાનો અનુભવ ફક્ત તેજ મહિલાઓ સમજી શકે છે જે ગર્ભવતી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન પોતાના બાળકનો 9…

માતા બનવું દરેક મહિલાનું સપનું હોય છે. માતા બનવાનો અનુભવ ફક્ત તેજ મહિલાઓ સમજી શકે છે જે ગર્ભવતી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન પોતાના બાળકનો 9 મહિના સુઘી શરીરની અંદર ઉછેર કરવો અને બાળકના આવવા માટે એક-એક દિવસની રાહ જોવી તે પણ એક અનન્ય અનુભવ છે. જો કે પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં થતા અલગ અલગ ફેરફારના કારણે ઘણી એવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે તમે ઘણી વખત શરમમાં મુકાઈ શકો છો.

ગેસ અને ઓડકાર

જેમ-જેમ બાળકનો કૂખમાં ઉછેર થતો જાય છે, તેમ તમારું પેટ મોટું થતું જાય છે, જેને કારણે પાચનની પ્રક્રિયામાં સમસ્યા થાય છે અને તમને દર વખતે પેટમાં ગેસને લીધે પેટ ભારે ભારે લાગે છે. એટલું જ નહીં પ્રેગ્નન્સી દરમિયાન પિત્ઝા, આઈસ્ક્રીમ અને જંકફૂડ જેવી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવા લાગે છે અને આ કારણથી પણ પેટ ભારે લાગે છે અને ગેસની સમસ્યા થઈ શકે છે. બને ત્યાં સુધી પ્રેગ્નન્સી દરમિયાન ચરબીવાળો ખોરાક ખાવાથી બચવું. ડિનર બાદ 20 મિનિટ સુધી ચાલવું.

કબજિયાતની સમસ્યા

અમેરિકન કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશન અને ગાઈનેકલોજિસ્ટ્સના મત અનુસાર, પ્રેગ્નન્સી દરમિયાન ગમે ત્યારે મહિલાઓને કબજિયાતની સમસ્યા રહે છે. પ્રેગ્નન્સી હોર્મોન્સ શરીરમાં પાચનની પ્રક્રિયાને ધીમી પાડી દે છે, જેથી બાળકો દ્વારા વધારે પોષક તત્ત્વોનું શોષણ થાય છે. આને કારણે માતા બનનારી મહિલાને કબજિયાતની સમસ્યા થાય છે. ઘણા ડોક્ટરો એવી સલાહ આપે છે કે, પ્રેગ્નન્ટ મહિલાઓએ ફાઈબરયુક્ત ખોરાકનું વધારે સેવન કરવું જોઈએ. તમે ઈચ્છો તો ડોક્ટર પાસેથી સલાહ લઈને લેક્સેટિવ (રેચક પદાર્થો) પણ યૂઝ કરી શકો છો.

નિપલમાં ખંજવાળ

પ્રેગ્નન્સી દરમિયાન જેમ જેમ ડિલિવરીનો સમય નજીક આવે છે તેમ તમારું શરીર બ્રેસ્ટફીડિંગ માટે તૈયાર થવા લાગે છે અને એટલા માટે બ્રેસ્ટ અને નિપલની સાઈઝ વધવા લાગે છે. જ્યારે બ્રેસ્ટની સાઈઝ વધે છે તેની આસપાસની સ્કિન સ્ટ્રેચ થવા લાગે છે, જેથી ખંજવાળ આવે છે. તેના માટે તમે ઈચ્છો તો સ્નાન કર્યા બાદ વિટામિન ઈ અને કોકોથી ભરપૂર લોશન બ્રેસ્ટ અને નિપલની આસપાસ લગાવી શકો છો. તેનાથી ખંજવાળની સમસ્યા દૂર થઈ જશે. સોફ્ટ કોટનવાળી નર્સિંગ બ્રા પહેરવી.

પેઢુંમા દુખાવો

વજાઈના અને ગ્રોઈન એટલે કે પેઢુના ભાગમાં દુખાવો પ્રેગ્નેન્સીના ચોથા-પાંચમાં મહિનાથી શરૂ થાય છે. કેમ કે, આ સમય દરમિયાન તમારું શરીર મોટા થતાબાળકને સમાવવા માટે પેલ્વિસના ભાગને સ્ટ્રેચ કરે છે. એવામાં તમને પ્યૂબિક બોન અને ગ્રોઈનના ભાગમાં દુખાવો થાય છે. પેલ્વિસમાં પ્રેશર ઓછું કરવા માટે જ્યારે પણ બેસો ત્યારે પગની નીચે ફૂટરેસ્ટ અથવા તકિયાનો ઉપયોગ કરવો.

યૂરિન લીક થવું

જેમ જેમ ડિલિવરીનો સમય નજીક આવે છે તેમ તેમ શરીરમાં રહેલા કેટલાક હોર્મોન્સ પેલ્વિક મસલ્સને રિલેક્સ થવાનું સિગ્નલ આપે છે. આ કારણથી કેટલીક વખત છીંક આવે ત્યારે કે અને હસતી વખતે યૂરિન લીક થઈ શકે છે. બીજા મહિના બાદ જ્યારે બાળક બ્લેડર પર પ્રેશર નાખે છે તે દરમિયાન પણ યૂરીન લીક થવાની આશંકા રહે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે ઈચ્છો તો કેગલ એક્સર્સાઈઝ કરી શકો છો. આવું કરવાથી પેલ્વિક મસલ્સ અને બ્લેડર મજબૂત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *