સુરતમાં વધુ એક ખાનગી બસ બળીને ખાખ- એક જ અઠવાડિયામાં બે-બે ઘટનાઓ ઘટતા લોકોમાં અફરાતફરી

સુરત(Surat): સ્માર્ટ સીટી સુરત શહેરને થઇ શું રહ્યું છે, એ કઈ સમજ નથી પડી રહી. હમણાં થોડા દિવસ પહેલા હીરાબાગ(Hirabag) ખાતે ખાનગી બસ સળગી ઉઠી હતી…

સુરત(Surat): સ્માર્ટ સીટી સુરત શહેરને થઇ શું રહ્યું છે, એ કઈ સમજ નથી પડી રહી. હમણાં થોડા દિવસ પહેલા હીરાબાગ(Hirabag) ખાતે ખાનગી બસ સળગી ઉઠી હતી અને એક યુવતીનું મૃત્યુ પણ થયું હતું. ત્યારે ફરી એક વખત આગ લાગતા સુરત શહેરમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર શહેરના હજીરા(Hazira)ના મોરા(Mora) ગામમાં આ આગની ઘટના બની છે. આ આગ ઘટનામાં એક ખાનગી બસ બળીને ખાખ(Fire in private bus) થઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રસ્તાની સાઈડમાં પાર્ક કરેલ ખાનગી બસમાં આગ લાગતા બસ બળીને આખી ખાક થઇ ગઈ હતી.

આગ લાગતાની સાથે જ હજીરા ઇન્ડ્રસ્ટ્રી વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. આ ઘટના અંગે  સ્થાનિક ઇન્ડસ્ટ્રી ફાયર અને સુરત ફાયર ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ વિકરાળ આગને કારણે બસ આખી બળીને ખાક થઇ ગઈ હતી.

રાહતના સમાચાર એ છે કે, આ આગ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની સામે આવી નથી. બસમાં શા માટે, ક્યાં કારણોસર આગ લાગી તે અંગેની કોઈ માહિતી સામે આવી નથી. ફરી એક વખત ખાનગી બસમાં આગ ફાટી નીકળતા હવે બસ મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા છે.

આ પહેલા હીરાબાગ ખાતે રાજધાની નામની ખાનગી બસ બળીને ખાક થઇ ગઈ હતી અને તેમાં ફસાઈ ગયેલ એક યુવતી જીવતી જ આગમાં હોમી ગઈ હતી. આ બસ આગ ઘટનાએ સમગ્ર સુરતને હચમચાવી નાખ્યું હતું, માત્ર આટલું જ નહિ પરંતુ થોડા દિવસ પહેલા પલસાણાની સોમ્યા પ્રોસેસિંગ મિલમાં આગ ફાટી નીકળતા 3 યુવકોના કરુણ મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *