સુરત(Surat): લવજી બાદશાહ(Lavji Badshah) નામથી જાણીતા લવજી ડાલિયા(Lavji Daliya) ઉર્ફે બાદશાહ તરીકે જાણીતા છે. હમણાં જ બે દિવસ પહેલા જ તેમની દીકરીના લગ્ન(Marriage) ધામધુમથી યોજાયા હતા.
આ લગ્ન ગોપીન ફાર્મ(Gopin Farm)માં ધામધૂમ પૂર્વક અને રાજાશાહી ઠાઠની જેમ યોજવામાં આવ્યા હતા. સાથે જ દીકરીના લગ્નનું રીસેપ્શન ગોપીન ફાર્મમાં જ યોજવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, લવજી ડાલિયાની દીકરી ગોરલ ડાલિયાના લગ્ન મયુર અજમેરા સાથે થયા હતા. ખુબ જ ધામધૂમ પૂર્વક યોજાયેલા આ લગ્ન 22 જાન્યુઆરીના રોજ મોટા વરાછાના અબ્રામાં રોડ પર આવેલા ગોપીન ફાર્મમાં યોજવામાં આવ્યા હતા.
આ શાનદાર અને આલીશાન રીતે યોજાયેલા લગ્નના આયોજનમાં લવજી બાદશાહ અને કૈલાસબેનની દીકરી ગોરલ ડાલિયા અને સંજયભાઈ અજમેરાનો દીકરો મયુર અજમેરા લગ્નના તાંતણે બંધાયા હતા.
આ લગ્નમાં સંગીત સંધ્યા અવધ ઉતોપિયામાં યોજવામાં આવેલ હતી. આ લગ્ન દરમિયાન સાંજ સંધ્યામાં લોકગાયક ઓસમાન મીર હાજર રહ્યા હતા.
લગ્ન પ્રસંગ દરમિયાન ગુજરાતના શિક્ષણમંત્રી જીતું વાઘાણી, કેન્દ્ર સરકારના મંત્રી દર્શના જરદોશ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય જયેશ રાદડિયા, પુરુષોતમ રૂપાલા, સમાજ સેવક મહેશ સવાણી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી હાજર રહ્યા હતા.
ખુબ જ ધામધૂમ પૂર્વક યોજવામાં આવેલ લગ્નમાં સાંસ્કૃતિક કલાનો મેળાવડો જામ્યો હતો. સાથે જ આલીશાન રીતે તૈયાર કરવામાં આવેલ ફાર્મ રાજાશાહી ઠાઠથી ઓછું ન હતું.
જાણો કોણ છે લવજી બાદશાહ?
લવજીભાઈને ડાલિયા અટક તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પરંતુ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો સૌ લોકો માટે આ નામ જાણીતું છે. જણાવી દઈએ કે, ભાવનગર જિલ્લાના ખોબા જેવડા સેંજળીયા ગામમાં જન્મેલા લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિત સારી નહોતી. ગુજરાન ચલાવવા અને કમાવવા 12 વર્ષની ઉંમરે સુરત આવીને હીરા ઘસવાનું શરૂ કર્યું હતું. સતત ચાર વર્ષ હીરા ઘસ્યા પછી નાનાપાયે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ અવધ ગ્રુપના નામે પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ શરૂ કર્યો હતો. ખંત અને જુસ્સાના જોરે લવજીભાઈએ પાછું ડોકિયું કરીને જોયું નથી.
લવજી બાદશાહે બિઝનેસની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં વતનનું ઋણ અદા કરવામાં પણ ક્યારેય જરા પણ ખચકાટ અનુભવી નથી. દર વર્ષે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ માટે કરોડો રૂપિયાના બોન્ડ અસંખ્ય દીકરીઓ માટે ખર્ચી રહ્યા છે. આજે પણ લવજી બાદશાહને ‘ભામાશા’ના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ આરોગ્ય, શિક્ષણ, સમાજસેવા, જળસંચય જેવા અનેક કાર્યક્રમો સાથે અને સેવાકીય પ્રવુતિઓ સાથે જોડાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.