દુનિયામાં મરઘી પહેલાં આવી કે ઈંડુ? વૈજ્ઞાનિકોએ આખરે આ પ્રશ્નનો ઉકેલ શોધી જ કાઢ્યો

વર્ષોથી બધાનાં મનમાં એક જ સવાલ(question) ચાલે છે, મરઘી(Hen) પહેલાં આવી કે ઇંડુ(Eggs)? આ પ્રશ્ન વર્ષોથી લોકોને પરેશાન કરી રહ્યો છે કે દુનિયામાં પ્રથમ ઈંડુ આવ્યું કે મરઘી. આ રહસ્યને ઉકેલવા માટે ઘણી કોશિશ કરી પરંતુ સફળતા ન મળી. હવે વૈજ્ઞાનિકો(Scientists)એ આ પ્રશ્ન શોધી કાઢ્યો છે.

આ પ્રશ્ન સદીઓથી લોકોને અટવાવી રહ્યો છે કે દુનિયામાં ઈંડુ પ્રથમ આવ્યું કે મરઘી? વર્ષો પછી હવે આ પ્રશ્નનો ઉકેલ વૈજ્ઞાનિકો લાવ્યા છે. સૂત્ર અનુસાર દુનિયામાં સૌથી પહેલાં મુરઘી આવવાનું વૈજ્ઞાનિકો સાબિત કરી રહ્યાં છે. બ્રિટનની(Britain) શેફિલ્ડ(University of Sheffield) અને વોરવિક(University of Warwick) યુનિવર્સિટીના ઘણા પ્રોફેસરોએ ઈંડા અને મરઘીના પ્રશ્ન પર સંશોધન કર્યું હતું.

વૈજ્ઞાનિકોએ સાબિત કરી બતાવ્યું
લાંબા સમયના અભ્યાસ પછી જાણવા મળ્યું કે વિશ્વમાં સૌથી પહેલા ઈંડુ નહીં પરંતુ મુરઘી આવી હતી. સંશોધન ટીમનું નેતૃત્વ કરનારા વૈજ્ઞાનિક ડૉ. કોલિન ફ્રીમેને કહ્યું, ‘લાંબા સમયથી શંકા હતી કે ઈંડુ પહેલા આવ્યું કે મરઘી. પુરાવા પરથી તે વૈજ્ઞાનિક જણાવે છે કે મુરઘી પ્રથમ આવી છે. સંશોધન ટીમનું નેતૃત્વ કરનારા,

વૈજ્ઞાનિક ડૉ. કોલિન ફ્રીમેને કહ્યું, ઈંડાના પડમાં જોવા મળે છે એક ખાસ પ્રકારનું પ્રોટીન. જે પ્રોટીન ઈંડામાં મરઘીનાં ગર્ભમાંથી આવે છે. જે મુરઘીમાંથી મળે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ઈંડાના છીલકામાં ઓવોક્લિડિન નામનું પ્રોટીન જોવા મળે છે. આ પ્રોટીન વગર ઇંડા બનાવવું અશક્ય છે. આ પ્રોટીન માત્ર મરઘીનાં ગર્ભાશયમાં જ બને છે, તેથી વિશ્વમાં પ્રથમ મરઘી આવી છે.

ઓવોક્લિડિન ગર્ભાશયમાં(uterus) બન્યું જે બાદ આ પ્રોટીન ઈંડાના છીલકામાં પહોંચી ગયું. વૈજ્ઞાનિકોના આ રિસર્ચથી જાણવા મળ્યું કે દુનિયામાં ઈંડા પહેલા મુરઘી આવી હતી. જો કે, તે સમયે મરઘી વિશ્વમાં કેવી રીતે આવી, આ પ્રશ્ન હજુ પણ કોઈ ઉકેલ મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *