પ્રજાસત્તાક દિનની પરેડ કરતા યુવાનો પર આકાશમાં ઉડતું ડ્રોન થયું ક્રેશ- નેતાઓ અને અધિકારીઓ થયા દોડતા

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના જબલપુર(Jabalpur)માં રવિશંકર શુક્લા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ(Ravishankar Shukla Sports Ground) ખાતે 73માં પ્રજાસત્તાક દિવસ પર આયોજિત સરકારી કાર્યક્રમ દરમિયાન અચાનક આકાશમાં ઉડતું ડ્રોન બેકાબૂ(Drone uncontrollable)…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના જબલપુર(Jabalpur)માં રવિશંકર શુક્લા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ(Ravishankar Shukla Sports Ground) ખાતે 73માં પ્રજાસત્તાક દિવસ પર આયોજિત સરકારી કાર્યક્રમ દરમિયાન અચાનક આકાશમાં ઉડતું ડ્રોન બેકાબૂ(Drone uncontrollable) થઈ ગયું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જબલપુરમાં જ્યારે ડ્રોન બેકાબૂ થઈને નીચે પડી ગયું ત્યારે જમીન પર ડાન્સ અને ઝાંખીઓ કાઢવામાં આવી રહી હતી. મંચ પર પ્રભારી મંત્રી ગોપાલ ભાર્ગવ પણ હાજર હતા. આદિવાસી કલાકારો ડાન્સ પ્રોગ્રામ કરી રહ્યા હતા ત્યાં ડ્રોન પડ્યું. ડ્રોન પડવાના કારણે બે આદિવાસી યુવકો, એક મહિલા અને એક બાળકી ગંભીર રીતે ઘાયલ થયા છે . તેઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત હાલ ખતરાની બહાર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડ્રોનને એન્જિનિયરિંગના વિદ્યાર્થી અભિનવ સિંહ ચલાવી રહ્યા હતા. અભિનવ સિંહ એ જ વિદ્યાર્થી છે જેણે ખેતી માટે અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રોન બનાવ્યું છે. 50 કિલો વજન ધરાવતું આ ડ્રોન 6 મિનિટમાં એક એકર ખેતરમાં ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ કરી શકે છે.

એન્જિનિયરિંગના વિદ્યાર્થી અભિનવના આ ડ્રોનને લઈને દેશભરમાં ચર્ચા થઈ હતી. જ્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ડ્રોન વિશે ખબર પડી ત્યારે તેમણે ભોપાલમાં અભિનવનું સન્માન પણ કર્યું હતું. અભિનવે દાવો કર્યો કે તેણે દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રોન બનાવ્યું છે. 20 કિલો વજન ધરાવતું આ ડ્રોન 50 કિલો સુધીની સામગ્રી પોતાની સાથે લઈ જઈ શકે છે.

પોલીસે ધરપકડ કરી:
પ્રજાસત્તાક દિને ડ્રોન પડ્યા બાદ પોલીસે યુવકની ધરપકડ કરી હતી. ડ્રોન કેવી રીતે નીચે પડ્યું તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ ઘટના બની ત્યારે પ્રભારી મંત્રી ગોપાલ ભાર્ગવે આ ઘટનામાં તેમણે ગંભીર રીતે ઘાયલ લોકોને જોવાનું પણ યોગ્ય ન માન્યું. સાથે જ સવાલ એ છે કે આટલા મોટા ડ્રોનને સાર્વજનિક સ્થળે ઉડવાની મંજૂરી કેવી રીતે મળી? વહીવટીતંત્ર તેની તપાસ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *