ડાયમંડ કિંગ સવજી ધોળકિયાને પદ્મશ્રી બાદ 50 કરોડના હેલિકોપ્ટરની ભેટ, કહ્યું- ‘લોકોને ઈમર્જન્સી સમયે મદદરૂપ થશે’

સુરત (Surat) ના ડાયમંડ કિંગ (Diamond King) અને તેમના કર્મચારીઓને કાર અને ઘર ભેટમાં આપીને પ્રખ્યાત થયેલા પદ્મશ્રી સવજી ધોળકિયા (Padma Shri Savji Dholakia) ને તેમના પરિવાર દ્વારા 50 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ભેટ તરીકે આપવામાં આવ્યું છે. હેલિકોપ્ટર ભેટ મળ્યા બાદ સવજીભાઈ ધોળકિયાએ ખાસ વાત જણાવી હતી.

જેમાં સવજીભાઈએ લોકોને ઈમરજન્સી ઉપયોગ માટે હેલિકોપ્ટર આપવામાં આવશે તેવું કહ્યું હતું. વધુમાં જણાવતા કહ્યું કે, ‘હું હંમેશા આપવામાં માનું છું. પરંતુ પરિવારે મને કંઈક આપ્યું છે. તેનાથી હું વધુ ખુશ છું.’ હેલિકોપ્ટર આપવા અંગે સવજીભાઈના ભાઈ તુલસીભાઈએ જણાવ્યું હતું કે, ‘સેવાને જ ધંધો ગણતા સવજીભાઈ સેવા માટે ટૂંક સમયમાં એક જગ્યાએથી બીજા સ્થળે પહોંચી શકે તે માટે પરિવારે આવી ભેટ આપી છે.’

પરિવારની આ ભેટને જોઈ સવજીભાઈ બોલ્યા…
‘મને ખબર જ ન હતી કે મારા પરિવારે મને આવી ભેટ આપવાનું નક્કી કર્યું છે. જોકે, હવે તેણે જે ગિફ્ટ આપી છે. તે મારા સ્વભાવથી થોડી અલગ છે. તેમ છતાં, મેં તેનો દિલથી સ્વીકાર કર્યો છે. પરિવારનો પ્રેમ જ મારા માટે સૌથી મહત્વની વસ્તુ છે.’

હેલિકોપ્ટરનો ઉપયોગ શું થશે?
તમામ મંજુરી મળ્યા બાદ હેલિકોપ્ટરને લોકોની સેવામાં સમર્પિત કરવામાં આવશે. કોઈ પણને તાત્કાલિક મેડિકલ સેવાની જરૂરીયાત હોય, ટૂંકા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે જવું પડે તેમ હોય, તેવા સમયમાં આ હેલિકોપ્ટર લોકોની સેવામાં હશે. સાથોસાથ અંગદન માટે પણ હેલિકોપ્ટરનો ઉપયોગ શક્ય હોય તો મદદ કરવા તૈયાર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *