સુરતમાં બિલ્ડીંગના કાચને આકાશ સમજી બેઠેલા હિમાલયથી આવેલા પક્ષીઓને મળ્યું સામુહિક મોત

સુરત (Surat) શહેરમાં એક સાથે કેટલાય અબોલ પક્ષીઓએ જીવ ગુમાવ્યા છે. સુરત શહેરમાં ઇમારતોની સુંદરતા વધારતા એલીવેશન મૂંગા પશુ માટે મોત સમાન બની છે. હાલ સુરત શહેરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં પક્ષીઓ ભ્રમિત થયા હતા અને કાચ થી બનેલી ઇમારતને આકાશ સમજી બેઠી અથડાયા હતા, અને ટપોટપ દરેક પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ દરેક રોઝી સ્ટારલિંગ (Rosy Starling) પક્ષીઓ શિયાળાની ઋતુ દરમિયાન હિમાલય વિસ્તાર તરફથી સુરત આવે છે. અત્યંત ઝડપથી ઉડતા આ પક્ષીઓ એકા એક બિલ્ડિંગના એલિવેશનની ગ્લાસની દિવાલ સાથે અથડાયા હતા.

આવો બનાવ પહેલીવાર નથી બન્યું, આ પહેલા પણ ઘણી વાર આવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી એક વખત સુરત શહેરમાંથી ઘટના સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બની છે. કોંક્રિટના જંગલો જેવા શહેરોમાં શોભા વધારવા માટે બિલ્ડિંગોમાં બહારની દીવાલો કાચ જેવું એલીવેશન તૈયાર કરવામાં આવે છે. આ એલીવેશન નો ભોગ અબોલ પક્ષીઓ બને છે. અને કાચ રૂપી બિલ્ડિંગને ખુલ્લું આકાશ સમજીને અથડાય છે અને મોતને ભેટે છે.

સુરતના રિંગરોડ પર બનેલી એક બેંક ની દિવાલ આથી કાચના એલીવેશન સાથે તૈયાર કરવામાં આવી છે. આ કાચને ખુલ્લું આસમાન સમજી યાયાવર પક્ષી રોઝી સ્ટર્લીંગ બર્ડનું ટોળું અથડાયું હતું, અને દરેકના સામૂહિક મોત થયા હતા.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ગુરૂવારના રોજ બપોરના સમયે બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે, અચાનક ઉપરથી એક સાથે કેટલાય પક્ષીઓનું ટોળું જમીન પર ટપોટપ પડવા લાગે છે. મળતી માહિતી અનુસાર, બેન્કમાં કામ કરતાં કર્મચારીઓ પોતાનું રોજીંદુ કાર્ય કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક એક પક્ષીઓનું બેંક ની ઈમારત સાથે ટકરાતા મોટો અવાજ આવ્યો હતો. જ્યારે સિક્યુરિટી ગાર્ડે કેમ્પસમાં મોટી સંખ્યામાં પક્ષીઓ મૃત્યુ પામ્યા છે તેની જાણકારી આપી. તરત જ ત્યાં હાજર કોઈએ પક્ષીઓની સારવાર કરતી જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *