સુરત(SURAT): હવે રાત્રી કર્ફ્યું દરમ્યાન પણ ટપોરીઓ ઘર બહાર નીકળીને પોતાનો આતંક બેખોફ ફેલાવી રહ્યા છે. દિનદહાડે ટપોરીઓ આતંક વધી રહ્યો છે. ત્યારે ફરીએક વખત પુણા વિસ્તાર(Pune area)ના “સીતા નગરમાં(Sita Nagar) ધંધો કરવો હોય તો 5 હજારનો હપ્તો આપવો પડશે નહીંતર હાથ-પગ તોડી નાખીશ” કહી એક સ્થાનિક ટપોરીએ કેટલાક લેઝર કટીંગના ખાતેદારોને જાહેરમાં લાફા માર્યા અને ત્યાર બાદ દંડા વડે ફટકાર્યા હોવાનો બનાવ CCTV માં કેદ થઈ ગયો છે. મિનરલ પાણીની બોટલ સપ્લાય કરી ખાતેદારો પાસે હપ્તા માગવાની ટપોરીઓની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે.
ઘટનાનો ભોગ બનનાર ખાતેદાર નરેન્દ્ર વિનુભાઈ લહેરીએ જણાવ્યું કે, અઢી વર્ષથી સીતા નગરમાં લેઝર કટીંગનું ખાતું ચલાવીએ છીએ. થોડા દિવસ પહેલા મોડી સાંજે પાણી બોટલ સપ્લાયર ગોવિંદ રબારી હાથમાં દંડો લઈને ખાતા ઉપર દોડતો-દોડતો આવી ગયો હતો. “હપ્તાના રજિસ્ટ્રેશન માટે 25 હજાર અને દર મહિને 5 હજાર આપવા પડશે” એમ કહીને ખાતેદારોને લાફા મારી દંડા વડે મારમારવા લાગ્યો હતો. એક-બેને નહીં લગભગ ચાર-પાંચ ખાતેદારોને જાહેરમાં જ પહેલા તો લાફા માર્યા અને ત્યાર બાદ દંડા વડે ફટકાર્યા હતા. આખી ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી.
View this post on Instagram
સમગ્ર ઘટના અંગે ખાતેદારો પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાંથી ખાતેદારો સોસાયટીમાં પહોંચતા જ ગોવિંદ રબારી ફરી દોડી આવ્યો હતો અને માર મારવા લાગ્યો હતો. મોબાઈલ ફોન આપીને કહે લો મારા ફોનથી પોલીસને બોલાવો જોઉં કોણ આવે છે. આવું સાંભળી અમારા હોંશ ઉડી ગયા, બસ પછી બધા જ હપ્તા આપવા તૈયાર થઈ ગયા હતા. જોકે કેટલાક ખાતેદાર ડીસીપી સજ્જનસિંહ પરમારને મળવા ગયા ત્યાં આખી હકીકત સાંભળી પીઆઇ અને ડી-સ્ટાફ પીએસઆઇનો ફોન પર ઉઘડો લીધો ત્યારબાદ પુણા પોલીસે ગોવિંદ રબારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગણતરીના કલાકોમાં છોડી મુક્યો હતો.
પુના વિસ્તારના PI વીયુ ગડરિયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ગોવિંદ રબારી નામનો ઈસમ સ્થાનિક દુકાનદાર અને ખાતેદારોને હેરાન કરી મારતો હોવાની ફરિયાદ મળી છે. ફરિયાદીને બોલાવવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ કરી તપાસ કરીશું.
સુરતમાં હવે અસામાજિક તત્વો ને પોલીસ ની ખાખી વરદી નો ખોફ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ આરોપી અનુને શોધી રહી છે. પોલીસે મધ્યરાત્રે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ આ હુમલા પાછળ તપાસ કરે તો બંને ટપોરીઓના કાળા ધંધા પણ સામે આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.