કલ્પના કરો કે તમે રસ્તા પર જઈ રહ્યા હોય અને આપની પાસે કોઈ ભિખારી આવી જાય અને તમારી પાસે પૈસા માગે. હવે જ્યારે તમે તેને ચિલ્લર નથીએવુ બહાનુ બનાવીને તેનાથી પીછો છોડાવવા ઈચ્છી રહ્યા છો એવામાં તે ભિખારી પોતાનો મોબાઈલ કાઢીને તમને ડિજિટલ પેમેન્ટ કરવાનુ કહે. એવામા તમે શુ કરશો.
સાંભળવામાં આ વાત માત્ર એક કલ્પના લાગે છે. આવુ અત્યાર સુધી માત્ર જોક્સોમાં અથવા તો મીમ્સ કાર્ટૂનમાં જ જોયુ હતુ પરંતુ શુ થાય જો આવુ હકીકતમાં થાય તો.
જી હાં અમે વાત કરી રહ્યા છીએ તે ભિખારીઓ વિશે જે સમયની સાથે-સાથે ડિજિટલાઈઝ્ડ થઈ રહ્યા છે. હવે તે ભીખ માગી રહ્યા છે પરંતુ થોડા એડવાન્સ રીતે. હવે તેઓ રસ્તે જનારા પાસે મોબાઈલ પેમેન્ટ દ્વારા ભીખ માગી રહ્યા છે. ગભરાવો નહીં હજી ભારતના ભિખારી આટલા એડવાન્સ નથી. આ સમાચાર છે ચીનના જ્યાં આજકાલ કેટલાક એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આ પ્રકારની કેટલીક તસવીરો ચીનમાંથી સામે આવી રહી છે. તમે કલ્પના કરી શકો છો કે આવુ દ્રશ્ય જો ભારતમાં પણ જોવા મળે તો કેવુ થાય. આનાથી તો એ જ કહી શકાય કે ભલે જ દુનિયા પ્રગતિ કરી રહી હોય, વસ્તુઓ એડવાન્સ થઈ રહી હોય પરંતુ સમાજના આ વર્ગો પર આ પ્રકારની અસર પડી રહી છે. આ પણ વિકાસ કરી રહ્યા છે પરંતુ બીજી રીતે આ ખતરનાક છે.