સામાન્ય રીતે ઘણી વાર એવા વિડીયો આપણી સામે આવે છે કે જેણે જોઇને ખરેખરાના હોંસ ઉડી જાય છે. અને એવી કોઈક વસ્તુ કે વિડીયો જોઇને દરેક વ્યક્તિ ચોંકી જાય છે કે આ શું હશે ? આવો જ એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી ઉઠશો અને વિચારવાની ફરજ પડશે કે આ શું છે? કોઈ પક્ષી કે સસલું?
આ વિડિયો જોતા પહેલી વાર એવું લાગે છે કે કોઈ વ્યક્તિ આ કાગડા જેવું લાગે છે તે પક્ષીનું માથું સહેલાવી રહ્યું છે, પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમને આશ્ચર્ય થશે, કારણ કે હકીકતમાં તે પક્ષી નહીં પણ કાળું સસલું છે.
Rabbits love getting stroked on their nose pic.twitter.com/aYOZGAY6kP
— Dan Quintana (@dsquintana) August 18, 2019
આ સસલાએ તેના બંને કાનને એવી રીતે ઉભા કર્યા છે કે તે પક્ષીની ચાંચ જેવી છે. નોર્વેની ઓસ્લો યુનિવર્સિટીમાં જૈવિક મનોચિકિત્સાના વરિષ્ઠ સંશોધક ડેન ક્વિન્ટાને રવિવારે તેના ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘સસલા પ્રેમથી તેના નાક પર સહેલાવી રહ્યો છું’. આ વિડિયોને અત્યાર સુધી 70 લાખ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 15 હજારથી વધુ લોકોએ આ વિડિયોને ટ્વીટ કર્યો છે. પરંતુ સૌથી હેરાન કરવાવાળી વાત એ છે કે વિડિયો જોઈને લોકો સમજી નથી રહ્યા કે આ કોઈ પક્ષી છે કે સસલું?
તો આ વિડીયો જોઇને તમે જાણી ગયા હશો કે આ તસ્વીરમાં દેખાતું પક્ષી ખરેખરમાં તો એક સસલું છે. તો દુનિયામાં આવા ઘણા અજીબો ગરીબ વિડીયો અને તસ્વીરો ખેચાય છે જેમાં આપણને જોતા નવાઈ લાગે છે.