સુરત(SURAT): શહેરના પુણા વિસ્તારમાં 15 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રેમજાળમાં માં ફંસાવી બે યુવકોએ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. યુસુફ અને અજય નામના યુવકોએ અલગ-અલગ જગ્યાએ લઈ જઈને 15 વર્ષય માસુમ કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
મળતી માહિતી અનુસાર, દુષ્કર્મ બાદ કિશોરી ગર્ભવતી બની ગઈ હતી. પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, 15 વર્ષીય કિશોરીને બે મહિનાનો પેટમાં ગર્ભ રહી ગયો હતો. ત્યાર બાદ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોન્ધાવ્વવામાં આવી હતી. ફરિયાદના આધારે પુણા પોલીસે એક આરોપીની અટકાયત પણ કરી છે.
સમગ્ર દેશમાં દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી દુષ્કર્મની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે.
હવે તો દુષ્કર્મમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.