યુક્રેનમાં ગુંજી રહ્યા છે હવાઈ હુમલાના સાયરનો, આકાશમાં ઉડતી દેખાઈ મિસાઈલ, ઠેર ઠેર લાંબો ટ્રાફિક જામ- જુઓ LIVE દ્રશ્યો

Russia Ukraine News: રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. કિવ, ડોનબાસ ખારકી, ઓડેસા સહિત ઘણા વિસ્તારોમાં વિસ્ફોટ(Ukraine explosion)ના અવાજ સંભળાયા. ઘટનાસ્થળે હાજર પત્રકારોએ સોશિયલ મીડિયા પર ઘણા વિઝ્યુઅલ શેર કર્યા છે જેમાં વિસ્ફોટના ગોટે ગોટા જોઈ શકાય છે. યુક્રેનના અનેક વિસ્તારોમાં ગભરાટનું વાતાવરણ છે. કિવ(Kiev)માં લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને લોકો આમ તેમ દોડી રહ્યા છે. લોકોને એર સાયરન દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હતી. યુક્રેન પર રશિયાના હુમલા પછી લાઇવ રિપોર્ટ્સ(Ukraine Attacks Live Scenes) જુઓ.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

યુક્રેનની રાજધાની કિવમાં હવાઈ હુમલાના સાયરન ગુંજી રહ્યા છે. સવારથી અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. કિવના રસ્તાઓ પર રશિયાથી વિરુદ્ધ દિશામાં કાર દોડતી જોવા મળે છે. કિવમાં હાજર સીએનએનના પત્રકારોના જણાવ્યા અનુસાર કિવમાં સવારથી સતત વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે.

યુક્રેનના આસમાનમાં ઉડતી મિસાઇલના જુઓ દ્રશ્યો:

ચારેય તરફ લોકો શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે:

યુક્રેનની રાજધાની કિવમાં લોકોમાં એટલો ડર છે કે મોટી સંખ્યામાં લોકો ત્યાંથી ભાગી રહ્યા છે. કિવના રસ્તા પર લાંબા જામ દેખાય રહ્યા છે.

કિવ છોડવા માટે લાંબી કતારો:

તોપમારાથી ઘરો નાશ પામ્યા:

બે યુક્રેનિયન સૈનિકો પૂર્વી યુક્રેનના નોવોલુહાન્સ્કમાં આર્ટિલરીના તોપમારાથી નાશ પામેલા ઘરની સામે પેટ્રોલિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઉત્તરપૂર્વમાં યુક્રેનના ખારકી, દક્ષિણમાં ઓડેસા અને પૂર્વીય ડોનેસ્ક ઓબ્લાસ્ટ પ્રદેશમાં વિસ્ફોટોના અહેવાલો પણ આવ્યા છે.

યુક્રેનની રાજધાની કિવમાં એર સાયરન વાગ્યા:

ભયમાં જીવી રહ્યા છે યુક્રેનના લોકો:

લુહાન્સ્કમાં ATM બહાર લોકો કતારમાં ઉભા રહેલા જોવા મળે છે. આ બે યુક્રેનિયન પ્રદેશોમાંથી એક છે જેને પુતિને સ્વતંત્ર પ્રદેશો તરીકે માન્યતા આપી છે. રશિયન સેનાને અહીં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *