સુરતની પ્રખ્યાત એવી ટિકટોક ગર્લ કીર્તિ પટેલ(Kirti Patel) વારંવાર ચર્ચામાં આવી રહી છે. હવે તો કીર્તિ પટેલનો આતંક એટલી હદે પહોંચી ગયો છે કે, તે ક્રાઈમની દુનિયામાં પણ ફેમસ થઈ ચુકી છે. અમદાવાદનાએસજી હાઇવે પર એક યુવતીને પાઈપથી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અમદાવાદમાં રાણીપ ખાતે રહેતા કોમલ બેન પંચાલ પરિવાર સાથે રહે છે. તેઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે અને છ માસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં લાઈવ તેના મિત્રો સાથે હતા. ત્યારે અંદરોઅંદર વીડિયો દ્વારા વાતો કરતા હતા. તે સમયે સુરતની કીર્તિ પટેલએ અચાનક આ યુવતી સાથે લાઈવ આવી ને ગાળો આપી હતી.
મળતી માહિતી અનુસાર, કીર્તિ પટેલે તેના સાથીદાર સાથે મળીને અમદાવાદમાં યુવતીની કારના કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં કીર્તિ પટેલે યુવતીને ગાળો ભાંડીને લોખંડના પાઈપથી ફટકારી હતી. આ આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જે બાબતે ઝઘડો થયો હતો અને તે બાબતે યુવતીએ તે સમયે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.
ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસરા, ગત 21 ફેબ્રુઆરીના રોજ આ યુવતી તેના ઘરે હાજર હતી તે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઇ હતી. તે દરમિયાન તે વીડિયોમાં કોઈએ કોમેન્ટ કરી હતી કે, તમારી ગાડીના કાચ તૂટયા છે. જેથી આ યુવતી તેના ફ્લેટમાં નીચે તેની ગાડી જોવા જતી હતી. તે દરમિયાન ત્યાં એક બહેને તેને જણાવ્યું કે, તમે નીચે ના જાઓ તમારી ગાડીના કોઈએ કાચ તોડ્યા છે અને ત્યાં કેટલાક માણસો ઊભા છે જે તમને નુકશાન કરશે. આ યુવતીએ નીચે જઈને જોતાં તેની ગાડીના બધા કાચ તૂટેલી હાલતમાં હતા અને ત્યાં કોઇ હાજર ન હતું.
તે જ દિવસે ચારેક વાગ્યાના અરસામાં યુવતી ગાડી પાર્ક કરીને બેઠી હતી. ત્યારે અચાનક તેની ગાડીનો પાછળનો કાચ તૂટવાનો અવાજ આવતા તે ગાડીમાંથી ઉતરીને જોવા ગઈ હતી. ત્યારે અચાનક જ માથાના પાછળના ભાગે કોઈએ તેને કોઈ વસ્તુ નો ફટકો માર્યો હતો. ત્યારે યુવતીએ પાછળ વળીને જોતા કીર્તિ પટેલ તેના હાથમાં લોખંડની પાઇપ લઈને ઉભી હતી અને બિભત્સ ગાળો બોલવા લાગી હતી. બાદમાં પગ ઉપર અને બરડાના ભાગે આ કીર્તિ પટેલે આ યુવતીને લોખંડની પાઇપ વડે ફટકા માર્યા હતા.
કીર્તિ પટેલ સાથે બીજી એક મહિલા અને એક યુવક પણ હતો અને આ તમામ લોકો ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે, “તું અમારા ગ્રુપ ની સામે પડી છે અને અમે જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.” યુવતીને ઇજાઓ પહોંચી હોવાથી પોલીસને ફોન કર્યો હતો અને સારવાર માટે એમ્બ્યુલન્સથી સોલા સીવીલ પહોંચી હતી.
આ દરમિયાન તેની તબિયત સારી ન હોવાથી તેને 21મી તારીખે બનેલા બનાવની ફરિયાદ હવે કરતાં સેટેલાઈટ પોલીસે આ મામલે કીર્તિ પટેલ તથા એક મહિલા અને એક પુરુષ સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા તેણે ટિકટોક વીડિયો બનાવવા મામલે એક યુવાન ઉપર જીવલેણ હૂમલો કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. મારામારીના કેસમાં પુણાગામ પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે કલમ 307ના અને હત્યાના પ્રયાસના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.