સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર સુરત(Surat)માંથી એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં ચલથાણ બલેશ્વરગામ(Chalthan Baleshwargam) નજીક મોપેડથી ભરેલા કન્ટેનર(Container)માં સ્વિફ્ટ કાર ઘૂસી જતાં થયેલા જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં કારચાલક સહિત બે સળગીને ભથ્થું થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલી ફાયરના જવાનોએ દોડી કન્ટેનર અને કાર(car)ની આગને કાબૂમાં લીધી હતી. પોલીસ(Police) તપાસમાં બર્નિંગ કારમાં ભથ્થું થઈ ગયેલા બન્ને યુવાન મિત્રો હોવાનું અને બહાર જમવા જતાં હોવાનું જાણવા મળ્યું હતું. મધરાત્રે બનેલા ગમખ્વાર અકસ્માતને લઈ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના લગભગ મધરાત્રિના 2:11 વાગ્યાની હતી. બલેશ્વર ગામના હાઇવે પર કન્ટેનર અને કાર વચ્ચેના અકસ્માત બાદ બન્ને વાહનો સળગી ગયાંનો કોલ આવ્યા બાદ ફાયરની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. બર્નિંગ વાહનો પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધા બાદ સ્વિફ્ટ કારમાંથી બે યુવાન મૃતદેહ મળી આવતાં કામરેજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
શીતલ (હેડ કો. કામરેજ)એ જણાવ્યું કે, બે વાહનો અકસ્માત બાદ સળગી ગયાં હોવાની માહિતી મળતાં ભાગદોડ મચી જવા પામી હતી. કન્ટેનરમાં બાઈક અને મોપેડ ભરેલાં હતાં. સ્વિફ્ટ કાર સાથે અકસ્માત થયો હતો. સ્વિફ્ટ કાર કન્ટેનરની ડીઝલ ટાંકી સાથે અથડાયા બાદ થયેલા બ્લાસ્ટમાં બન્ને વાહનો સળગી ગયાં હતાં.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આ દુર્ઘટનામાં કારસવાર બન્ને યુવાનોનાં મોત નીપજ્યાં હતાં. તપાસમાં એકનું નામ સોનુકુમાર સરોજ સિંગ (કારચાલક) (ઉં.વ. 24) અને બીજો એનો મિત્ર સતીશ ઉર્ફે સતિયો બાબુ નાયક (ઉં.વ. 22) હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ, હાલ બન્નેના પરિવારની શોધખોળ થઈ ગઈ છે. કામરેજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મુન્નાભાઈ (મૃતકના ભાઈ) એ જણાવ્યું હતું કે, અમે ત્રણ ભાઈઓમાં સોનુ બીજા નંબરનો ભાઈ હતો. કાર ડ્રાઇવિંગ કરી તે પરિવારની આર્થિક મદદ કરતો હતો. મિત્રનો જન્મદિવસ હતો અને મિત્ર બહાર ગામ હોવાથી સોનુ એના તેના બીજા મિત્ર સતીશ સાથે હોટેલમાં જમવા ગયા હતા. અકસ્માત બાદ કાર નંબરને લઈ ઘરે કોઈ કહેવા આવ્યું ત્યારે ખબર પડી કે, સોનુંની કાર સાથે અકસ્માત થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.