ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં ચાર્ટર કંપની નું પ્રાઇવેટ પ્લેન ક્રેશ થયું છે. મંગળવારે થયેલ અકસ્માતમાં તમામ છ મુસાફરો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,લેન્ડીંગ દરમિયાન વીજળીના તાર સાથે અથડાઈને વિમાન જમીન પર પડ્યું હતું. આ વિમાન અલીગઢ મેન્ટેનન્સ માટે આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે,એવિએશન કંપનીના વિમાનોમાં મેન્ટેનન્સ માટે એન્જિનિયર ની ટીમ આજે દિલ્હીથી પ્લેન દ્વારા અલીગઢ જઈ રહી હતી. પ્લેન જ્યારે અલીગઢ રાધનપુર હવાઈ પટ્ટી ઉપર લેન્ડ કરી રહ્યું હતું તે સમયે વીજળીના તાર માં ફસાઈ ગયું. આ પ્લેનમાં 4 એન્જિનિયરોની સાથે બે પાયલોટ પણ હતા બધા સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યા છે.
આ ઘટના દરમિયાન હાજર રહેલ વ્યક્તિઓએ કહ્યું છે કે, આજે સવારે વિમાનમાં લેન્ડીંગ થતી સમયે 13 હજાર વોલ્ટના તાર સાથે વિમાન અથડાયું હતું. ત્યાર પછી વિમાનમાં આગ લાગે જેના કારણે પ્લેનમાં સવાર મુસાફરોએ પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ વિમાનમાં પાયલોટ સહિત છ લોકો સવાર હતા. વિમાનમાં સવાર થયેલા લોકોની મદદ માટે સ્થાનીય લોકો પહોંચી ગયા પરંતુ પોલીસે લોકોને ત્યાંથી હટાવી દીધા હતા.
ખાનગી વિમાનમાં સવાર મુસાફરોને સામાન્ય ઇજાઓ થઇ છે તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તે ઉપરાંત ફાયર વિભાગને પણ વિમાન લાગેલી આગને કાબૂમાં કરવા માટે મોકલવામાં આવ્યા હતા જેના કારણે આગ કાબુમાં થઈ રહી છે.