સુરત(Surat): શહેરના વેસુ(Vesu) વિસ્તારમાં આવેલી સિદ્ધિ એલિપ બિલ્ડિંગમાં એક યુવક મધપૂડો(Hive) ઉતારવા પહોંચ્યો હતો. તે દોરડાની મદદથી મધપૂડાને કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં મધમાખીઓએ તેમના પર હુમલો(Bees attack) કરવાનું શરૂ કરી દીધું હતું. 15 માળની ઈમારતમાં લટકેલા યુવકની માહિતી ફાયર ડિપાર્ટમેન્ટ(Fire Department)ને ફોન કરીને જાણવા મળી હતી. જો યુવાન એટલી ઊંચાઈ ઉપર હતો કે જો ઉપરથી પટકાયો હોત તો તેનું મૃત્યુ નિશ્ચિત હતું. મધમાખીઓએ તેને ડંખ મારતાં તે થોડા સમય માટે ડરી ગયો હતો અને તે જ સમયે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું.
દિલધડક દ્રશ્યો સર્જાતા લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા:
મધપૂડો ઉતારવા ગયેલો યુવક ફસાઈ ગયો હોવાની માહિતી મળતાંની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. તરત જ ટેબલ ટર્ન ક્રેનની મદદથી યુવકને બચાવવાનો પ્રયાસ શરુ કરાયો હતો. યુવક સંતુલન ગુમાવીને નીચે પડી જાય તે પહેલા ફાયર બ્રિગેડની ટીમે ક્રેઈનનો ઉપયોગ કરીને યુવકને નીચે ઉતાર્યો હતો. થોડીવાર માટે આ હૃદયદ્રાવક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કારણ કે, યુવક ઉપર ફસાઈ ગયો હતો. આ જોઈને તેને બચવું લગભગ અશક્ય લાગતું હતું. ફાયર વિભાગે ક્રેનનો ઉપયોગ કરીને તેને નીચે ઉતાર્યો હતો.
મધમાખીઓએ યુવક પર કર્યો હુમલો:
તેણે યુવકને ત્યાંથી ઉતાર્યા બાદ જોયો તો તે બેભાન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે એવું કહેવાય છે કે ઘણી બધી મધમાખીએ તેના પર હુમલો કર્યો હતો. મધમાખીના ડંખથી બેહોશ થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. ફાયર વિભાગે 108ની મદદથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વેસુ વિસ્તારમાં આવા દ્રશ્યો જોઈ સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.