સુરતવાસીઓ સાવધાન- રીંગરોડ પર નીકળતા પહેલા આ સમાચાર તમારે વાંચવા જરૂરી છે નહિતર પસ્તાશો

ફ્લાયઓવર નગરી સુરતના પ્રખ્યાત રીંગરોડ તરીકે ઓળખાતો ડો.બાબા સાહેબ આંબેડકર બ્રિજ(Dr. Baba Saheb Ambedkar Bridge) સુરત(Surat)ના સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક બ્રીજ માનવામાં આવે છે. સુરતમાં ટ્રાફિક(Traffic)ની સમસ્યાને ઉકેલવા માટે જુન-૨૦૦૦માં ખુલ્લા મુકાયેલા ડો.બાબાસાહેબ આંબેડકર ફ્લાય ઓવર બ્રિજને રીપેરીંગ માટે બે માસ માટે બંધ કરવામાં આવશે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, તા.9 માર્ચથી તા.8 મે સુધી બ્રિજનું રિપેરીંગ કામ શરુ રહેશે. જેના કારણે આ બ્રીજ પર વાહનવ્યવહાર બંધ રાખવામાં આવશે.

ડો.બાબા સાહેબ આંબેડકર બ્રિજ રીંગરોડ ફ્લાયઓવર તરીકે ઓળખવામાં આવે અને આ બ્રીજ સુરતના સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક બ્રીજ માનવામાં આવે છે. આ બ્રિજ બની ગયા પછી અત્યાર સુધીમાં નાના રીપેરીંગ કામ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં જ આ બ્રિજના સુપર સ્ટ્રકચર લીફટીંગ સાથે બેરીંગ રિપ્લેશમેન્ટ કરવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. જેથી કામગીરી ફરજિયાત કરવી પડે તેમ હોવાના કારણે બ્રિજને વાહનવ્યવહાર માટે બે મહિના સુધી બંધ કરી દેવા માટેનું જાહેરનામું મ્યુનિ. કમિશ્નર બન્છાનિધી પાની દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

બ્રિજ પર બે મહિના સુધી વાહનવ્યવહાર બંધ કરી દેવાના કારણે, અડાજણ, રાંદેર વિસ્તાર તરફથી આવતાં તમામ લોકોએ રેલ્વે સ્ટેશન આવવા જવા માટે તાપી નદી પર બનાવવામા આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ઉપયોગ કરવો પડશે. તેમજ ઉંધના દરવાજા અને ઉંધના વિસ્તાર માંથી રીંગરોડ બ્રિજ તરફ જે વાહનો આવી રહ્યા હતા. આ તમામ વાહનોએ ખરવરનગર જંકશનથી BRTS કેનાલ રોડનો ઉપયોગ કરીને કામરેજ તરફ જવું પડશે. તેમજ બ્રિજના રીપેરીંગની કામગીરી બાકી હશે તો જાહેરનામું લંબાવાશે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ સમય પહેલા જો આ કામ પૂર્ણ થઇ જશે તો જાહેરાત કર્યા વગર પુલને ખૂલ્લો મુકી દેવામાં આવશે.

રીપેરીંગ કામગીરી કરવાના કારણે ફ્લાયઓવર બ્રિજ નીચે વાહનોના પાર્કિંગ અને લોડીંગ કે અનલોડીંગ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જયારે મ્યુન્શીપાલના જાહેરનામામાં બ્રિજ રીપેરીંગ માટે બંધ કરવામા આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય તે માટે ફ્લાય ઓવર બ્રિજની નીચે બન્ને તરફના રોડ પર કોઈ પણ પ્રકારના વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજને બે માસ માટે બંધ કરી દેવાના કારણે સહારા દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં ભારણ વધી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *