ફોન પર પતિ સાથે છેલ્લી વાત થયા બાદ પરીક્ષા આપવા નીકળેલી પારડીની પરિણીતા ગુમ થતા મચી ચકચાર

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના પારડી(Pardi) ગામેથી એક ચકચાર મચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પારડીની એક પરિણીતા કોલેજમાં ગઈ હતી અને ત્યારબાદ ગુમ થઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગે તેણીના પતિએ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોટલાવ(Kotlav) ગામે મોટી કોળીવાડ ખાતે સ્ટેશન પાસે રહેતા હરપાલ સતીષભાઈ પટેલે વર્ષ 2019 માં ખડકી ગામે વચલું ફળીયામાં રહેતી પ્રિયાબેન હિતેશભાઈ (ઉવ 20)ની સાથે લગ્નના તાંતણે બંધાયા હતા. લગ્ન પછી પણ પ્રિયા પારડી એન. કે. દેસાઈ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી રહી હતીઅ અને વર્તમાનમાં તે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

પરિણીતા 9 માર્ચના રોજ કોલેજમાં પરીક્ષા આપવા જાવ છું કહી ઘરેથી નીકળી ગઈ હતી અને પ્રિયાએ ફોન પર પતિ સાથે વાત પણ કરી હતી. જે પછી પ્રિયાનો ફોન બંધ આવવાને કારણે પતિ ચિંતિત બની પારડી કોલેજ પહોંચી ગયો હતો.

જ્યાં તેની પત્નીની બહેનપણીએ પ્રિયા કોલેજે તો આવી હતી પરંતુ પરીક્ષા આપવા ન બેથી હોવાનું જાણવા મળતા પતિ હરપાલ વધુ ચિંતિત બની ગય હતો અને તેથી તેણે પારડી પોલીસ મથકે જઈને પોતાની પત્ની ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *