ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar)ના દહેગામ(Dahegam)ના લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી(National Defense University)ના પ્રથમ પદવીદાન સમારોહ અને નવા ભવનના લોકાર્પણના શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ પદવી મેળવનાર તમામ યુવાનોને સંબોધતા કહ્યું હતું કે, યુનિફોર્મ મળી ગયો એટલે દુનિયા મુઠ્ઠીમાં એવું ન સમજવું.
વધુમાં તેમણે કહ્યું કે, રક્ષાનું ક્ષેત્ર યુનિફોર્મ અને હાથમાં એટલું નથી. આ ક્ષેત્રમાં વેલ ટ્રેન્ડ મેનપાવર આજની એક જરૂરિયાત છે. માત્રને માત્ર રોજગારી મેળવવા આ ક્ષેત્રમાં જોડાવાને બદલે દેશ માટે, સમાજ માટે કંઇ કરવાની ભાવના સાથે યુવાનો યુનિવર્સિટીમાં તાલીમ લઇ આ ક્ષેત્રમાં જોડાય તેને ધ્યાનમાં રાખીને આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવતા કહ્યું છે કે, એકવાર યુનિફોર્મ પહેરી લીધો પછી આખી દુનિયા મુઠ્ઠીમાં એવું સમજવાની ભૂલ ના કરી બેસતા. જ્યારે સામાન્ય નાગરિકો માટે કંઇ કરવાની વૃતિ કે આકાંક્ષા જાગે ત્યારે યુનિફોર્મની વેલ્યુ વધે છે. કોઈ વ્યકિત પ્રત્યે માનવતાનો ભાવ ક્યારેય ઓછો ન થવા દેવો જોઇએ. દરેક એકમમાં ટેક્નોલોજી અને બળ જોઇએ. તેથી હાલમાં સંખ્યાબળથી વધુ ટ્રેન્ડ મેનપાવર જરૂરી બની ગયું છે. ક્યારેક મોટા આંદોલન થાય તો નેતા સાથે ડીલ કરવી પડે છે.
આજે લોકોમાં પોલીસની છાપ એવી બેસી ગઈ છે કે આ લોકોથી દૂર રહેવું જોઇએ. બીજી બાજુ સેનાના જવાનો પણ યુનિફોર્મમાં હોય છે પણ તેમને જોઇને લોકો રાહત અને હાશકારાની લાગણી અનુભવે છે. કોરોના કાળમાં આ સ્થિતિ સંપૂર્ણ બદલાઇ ગઈ હતી. પોલીસ જવાનો યુનિફોર્મમાં લોકોને ભોજન અને દવાઓ પહોંચાડતા જોવા મળ્યા હતા પરંતુ હવેની સ્થિતિ ફરી એક વખત યથાવત થઇ ગઇ છે. આ જે ફર્ક દેખાઈ રહ્યો છે તેને દુર કરવાનો છે પોલીસથી લોકો દૂર રહે છે, આ છાપ ભૂંસવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.